- વોર્ડ નંબર 16 એ કોંગ્રેસનો ગઢ
- 4 કોંગ્રેસના કાઉન્સિલર
- સ્થાનિક કાઉન્સલરે નાગરિકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડી છે
વડોદરાઃ શહેરના કોર્પોરેશનનો વૉર્ડ નંબર 16 વિસ્તાર એટલે ડભોઇ રોડ, દનતેશ્વર, સોમા તળાવ, કૃષ્ણ નગર સહિતની સોસાયટીઓનો સમાવેશ થાય છે. તેમાં 4 કોંગ્રેસ ના કાઉન્સિલર છે. જેમાં કોંગ્રેસના વિપક્ષ નેતા અને રીપીટ ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રિ વાસ્તવ, ગૌરાંગ સુતરિયા, અલકાબેન પટેલ, સુવર્ણા પવાર ઉમેદવાર છે. વડોદરા શહેરના કોર્પોરેશનનો વોર્ડ નંબર 16 એ કોંગ્રેસનો ગઢ ગણાય છે. આ ગઢમાં ભાજપ ગાબડું પાડી શક્યું નથી. ગત ટર્મમાં પણ કોંગ્રેસની આખી પેનલ આવી હતી. પાંચ વર્ષની અંદર વિસ્તારના કયા વિકાસના કામો થયા છે અને કયા કામો બાકી છે તેને લઈ સ્થાનિકોએ ETV ભારત સાથે ચર્ચા કરી હતી.
કોંગ્રેસના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ગત ટર્મમાં કોર્પોરેશનમાં વિપક્ષી નેતા હતા
વૉર્ડ નંબર 16 માં રોડ રસ્તા, પેવર બ્લોક, પાણી સહિતની સમસ્યા સ્થાનિક કાઉન્સલરે નાગરિકોની પ્રાથમિક સુવિધા પૂરી પાડી છે. નાગરીકો માટે 24 કલાક નેતા ખડે પગે ઉભા રહે છે. ભાજપ શાસક પક્ષમાં હોવાથી ભાજપના કોઈ કાર્યકર જોવા માટે આવતું નથી. કોંગ્રેસના કાઉન્સલર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ છેલ્લા કેટલાક વર્ષોથી વોર્ડ 16 માં જીતી રહ્યા છે. કોંગ્રેસના ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ ગત ટર્મમાં કોર્પોરેશનમાં વિપક્ષી નેતા હતા. નાગરિકો આ વખતે પરીવર્તન લાવે છે કે કોગ્રેસનો ગઢ કાયમ રહે છે તે જોવાનું રહ્યું.