- કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરીની હાર થઇ
- કોંગ્રેસની કારમી હાર થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આપ્યું રાજીનામું
- મત ગણતરીમાં ભાજપે બાજી મારી
વડોદરા : કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ભાજપે 69 અને કોંગ્રેસ 7 પર અટકી હતી. મંગળવારની વહેલી સવારથી મત ગણતરી સ્થળ પર કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ ખુબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. 3 રાઉન્ડમાં ભવિષ્ય ખોલવામાં આવ્યું હતું. જેમાં શરૂઆતમાં પહેલા રાઉન્ડમાં કોંગ્રેસ આગળ હતી. જે જોતા લાગી રહ્યું હતું કે, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહનું મિશન 76 પૂરું નહીં થાય.
મત ગણતરીમાં ભાજપે બાજી મારી
મંગળવારે 6 મહાનગરપાલિકામાં મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જેમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. વડોદરા શહેરના પોલિટેકનિક કોલેજ ખાતે 9:00 મતગણતરી 3 રાઉન્ડમાં શરૂ કરવામાં આવી હતી. પ્રથમ રાઉન્ડમાં કોંગ્રેસને 7 બેઠક મળી હતી. જે બાદ બીજા અને ત્રીજા રાઉન્ડમાં કોંગ્રેસે ખાતુ પણ ખોલાવ્યું ન હતું. પ્રથમ, બીજા અને ત્રીજા રાઉન્ડમાં મતગણતરી શરૂ થતાં ભાજપની પેનલ જીતતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ઢોલ નગારા સાથે ભાજપના કાર્યકર્તાઓએ વિજય જશ્ન મનાવ્યો હતો. કોંગ્રેસની હાર થતાં કોંગ્રેસના કાર્યકર્તાઓ નીચું મોહ કરી ઘરે રવાના થઇ ગયા હતા.
શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહ બનતા ગત વર્ષ કરતા 11 બેઠક વધી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેર ભાજપ અધ્યક્ષ વિજય શાહે અને તેમની ટીમ દ્વારા મિશન 76 હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસનો સફાયો કરી વડોદરા કોર્પોરેશનમાં તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાવવા તડામાર તૈયારીઓ કરી હતી. ગત ચૂંટણી કરતાં આ વખતે ભાજપે વધુ 11 બેઠકો મેળવી હતી. કોંગ્રેસની 6 બેઠકમાં ઘટાડો જોવા મળ્યો હતો. કોંગ્રેસ આ વખતે ડબલ ડિજિટમાં પણ પહોંચી શકી ન હતી. ભાજપમાં પક્ષના 22 વર્ષના બે યુવા ઉમેદવાર કોલેજ જવાની ઉંમરે કોર્પોરેટર બન્યા છે. વૉર્ડ નંબર 9ના રાજેશ આયરે અને ભૂમિકા રાણા યુવા કોર્પોરેટર બન્યા હતા. વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ અને પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર મતદારોનો આભાર માન્યો હતો.
કોંગ્રેસની કારમી હાર થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે આપ્યું રાજીનામું
વડોદરા શહેરના કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ ગણાતો એવો વૉર્ડ નંબર 1 આ વખતે પણ કોંગ્રેસનો ગઢ રહ્યો હતો અને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સતીશ પટેલ વૉર્ડ નંબર 1માંથી ફરી વખત ભાજપ પક્ષે રિપિટ કર્યા હતા, પણ આ વખતે સીમાંકન ચેન્જ થતા સતીશ પટેલની વૉર્ડ નંબર 1માંથી ભાજપ પક્ષમાંથી ઉમેદવારી કરી હતી અને તેમાં કારમી હાર થઇ હતી. મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હેમાંગિની કોલેકરની હાર, બેટરના કોંગ્રેસના કોર્પોરેટર અનિલ પરમારની હાર વૉર્ડ નંબર 2માં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અતુલ પટેલની હાર, ચૂંટણી પહેલા જે ભાજપમાં જવાના હતા, કોંગ્રેસ છોડીને તેવા ડેપ્યુટી મેયર અને વૉર્ડ નંબર 6ના કોંગ્રેસી કોર્પોરેટર ચિરાગ ઝવેરીની હાર થઇ હતી. કોંગ્રેસની કારમી હાર થતાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલે રાજીનામું આપી દીધું હતું.