ETV Bharat / city

જાણો શા માટે કોર્ટે ભાજપ નેતાને 1 વર્ષની સજા ફટકારી...

વડોદરામાં ભાજપના માંજલપૂર વિસ્તારના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડને 25 લાખના ચેક બાઉન્સના કેસમાં એક વર્ષની સજા (Vadodara Corporator Court Sentenced) ફટકારી છે. શિસ્તબદ્ધ ગણાતી ભાજપ હવે (Kalpesh Patel Sentenced by Court) ઠગ કોર્પોરેટર સામે શું પગલા લે છે તે જોવું રહ્યું.

જાણો શા માટે કોર્ટે ભાજપ નેતાને 1 વર્ષની સજા ફટકારી...
જાણો શા માટે કોર્ટે ભાજપ નેતાને 1 વર્ષની સજા ફટકારી...
author img

By

Published : Apr 6, 2022, 12:29 PM IST

Updated : Apr 6, 2022, 1:04 PM IST

વડોદરા : વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ભાજપના કોર્પોરેટર તરીકે કલ્પેશ પટેલ (Vadodara Corporator Kalpesh Patel) ઉર્ફે જય રણછોડ ચૂંટાઇને આવ્યા છે. કલ્પેશ પટેલ દ્વારા ફરિયાદી ઉપેન્દ્ર શાહ પાસેથી ધંધાર્થે 25 લાખ ટુકડે ટુકડે રોકડેથી લેવામાં આવ્યા હતા. જેની અવેજમાં રકમ પરત કરવા માટે ઉપેન્દ્ર શાહને 25 લાખનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો

વડોદરામાં ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલને કોર્ટે 1 વર્ષની સજા ફટકારી

નવો પ્રોજેક્ટ અંગે રકમની ચુકવણી - ત્યારે આજે કોર્ટે આ મામલે ચુકાદો આપતા કલ્પેશ પટેલને એક વર્ષની સજા ફટકારી છે. ફરિયાદી ઉપેન્દ્ર શાહે કોર્ટમાં કરેલી ફરિયાદ અનુસાર તેઓ સંબંધી નટવરલાલ મારફતે કલ્પેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા. કલ્પેશ પટેલ બિલ્ડીંગ કન્સ્ટ્રકસનનો ધંધો કરતો હતો. કલ્પેશ પટેલને (Kalpesh Patel Sentenced by Court) પૈસાની જરૂરત થતા જાન્યુઆરી – 2016 માં નટવરલાલ શાહ મારફતે ઉપેન્દ્ર શાહ મારફતે મળી 25 લાખ માંગ્યા હતા. અને જણાવ્યું હતું કે, નવો પ્રોજેક્ટ ચાલુ કરેલો છે. તે પ્રોજેક્ટ પૂરો થતા રકમની ચુકવણી કરશે તેમજ જે નફો થશે તેમાંથી નફો પણ આપવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : વડોદરાના અગોરા મોલના બાંધકામની માપણી મુલતવી, કોર્પોરેટર અને કોંગ્રેસી કાર્યકરોએ મચાવ્યો હોબાળો

ચેક જમા કરાવતા બાઉન્સ - જાન્યુઆરી 2016 અને સપ્ટેમ્બર 2016 સુધી ઉપેન્દ્ર શાહે, કલ્પેશ પટેલના ટુકડે ટુકડે 25 લાખ નટવરલાલ શાહની હાજરીમાં રોકડા આપ્યા હતા. આ રકમની ચુકવણી માટે કલ્પેશ પટેલે તેની ધી બરોડા સીટી કો. ઓપરેટીવ બેંકની માંજલપૂર શાખાનો 25 લાખનો ચેક ઉપેન્દ્ર શાહનના નામનો 25મી ફેબ્રુઆરી 2018 નો આપ્યો હતો. ચેક પર સહિ કરી (Check Bounce Case Against Vadodara Corporator) ચેકની પાછળ ચેકની રોકડ રકમ મળી હતી.

આ પણ વાંચો : વડોદરામાં વુડાના મકાનોના રહીશોનો દૂષિત પાણી અને ઉભરાતી ગટરોને લઇને આક્રોશ વ્યક્ત કર્યો

શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટી - જો કે નિયત સમયે ચેક જમા કરાવતા તે બાઉન્સ થયો હતો. જે બાદ ઉપેન્દ્ર શાહે આ મામલે કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત ઘા કરી હતી. ત્યારે આજે કોર્ટે કલ્પેશ પટેલના 25 લાખના ચેક (Vadodara Corporator Court Sentenced) બાઉન્સના કેસમાં ચુકાદો આપ્યો છે. જેમાં કલ્પેશ પટેલને એક વર્ષની સજા અને 60 દિવસમાં પૈસા ભરપાઇ કરવા જણાવાયું છે. આ ઉપરાંત શિસ્તબદ્ધ ગણાતી ભાજપ હવે ઠગ કોર્પોરેટર સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

Last Updated : Apr 6, 2022, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.