- સ્થાનિક સ્વરાજની ચૂંટણી ગણતરીના દિવસોમા
- આજે મહાનગરપાલિકાનું ફોર્મ ભરવાનો હતો છેલ્લો દિવસ
- ભાજપ મીડિયા સેલે ભૂલ સુધારી
વડોદરાઃ આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજે શનિવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ પ્રમાણે અલગ-અલગ પ્રભારી બનાવ્યા છે, ત્યારે વોર્ડ નંબર 16ના પ્રભારી તરીકે રાવપુરાના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને પ્રભારી બનાવતા વિવાદનો વંટોળ ફૂંકાયો હતો, પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખના ખુલાસા બાદ BJP મીડિયા સેલે પોતાની નાની ભૂલ સુધારીને નવી યાદી જાહેર કરી છે.
ટાઈપીંગ મિસ્ટેકના કારણે થઇ ભૂલ
વોર્ડ નંબર 16ના પ્રભારી તરીકે રાજેન્દ્ર ત્રિવેદીના નિમણૂકનું વંટોળ ફુંકાયું હતું અને કાર્યકરોમાં રોષ ફેલાયો હતો, ત્યાકે આ અંગે વડોદરા શહેર ભાજપના મીડિયા સેલનાના હર્ષદ પરમારે જણાવ્યું હતું કે, ટાઈપીંગ મિસ્ટેકના કારણે આ ભૂલ થઈ છે.