વડોદરાઃ છેલ્લા બે વર્ષથી વડાપ્રધાન ભારતી જનઔષધી કેન્દ્ર ગુજરાત રાજ્યભરમાં 30 જેટલા જન ઔષધિ કેન્દ્ર ખોલ્યા છે. જેમાં વડોદરા ખાતે જન ઔષધિ મેડિકલ સ્ટોર પ્રથમ કલ્પવૃક્ષ કોપ્લેક્ષ ગોત્રી ખાતે શરૂ કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રનો લાભ છેલ્લા બે વર્ષથી લોકો લઈ રહ્યા છે.
આ વર્ષે નરેન્દ્ર મોદી દ્વારા જન ઔષધિ સુગમ ઓનલાઈન એપ પણ શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં જે તે વિસ્તારમાં જન ઔષધિ મેડિકલ કેન્દ્ર આવેલા છે, તેની માહિતી આપવામાં આવશે અને દવાઓ વિશેની પણ માહિતી ઉપલ્બ્ધ કરવામાં આવશે.
શનિવારે ગોત્રી સ્થિત કલ્પવૃક્ષ કોપ્લેક્ષ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદીએ ઓનલાઈન જન ઔષધી વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર ડૉ. જીગીષાબેન શેઠ, ભાજપ પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ધારાસભ્યો, હોદ્દેદારો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.