- ડોકટરો, નર્સિંગ સ્ટાફ બાદ કરાર આધારિત સેવા આપતા ડોકટરોએ નારાજગી દર્શાવી
- પગાર,પીએફ,બઢતી સહિતના મુદ્દે સરકાર દ્વારા હળાહળ અન્યાય કરવામાં આવ્યો
- ડતર પ્રશ્નોની માંગણી સંદર્ભે સયાજી હોસ્પિટલના તબીબોએ ડીનને આવેદનપત્ર આપ્યું
વડોદરાઃ હાલ મેડિકલ કોલેજોના તબીબો દ્વારા પોતાની પડતર કેટલીક માગણીઓને લઇને ચલાવવામાં આવી રહેલા આંદોલનની સાથે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ સિસ્ટમ આધારીત ભરતી કરવામાં આવેલા 230 જેટલા તબીબો પણ રોષે ભરાયા છે. તેમની સાથે થતા અન્યાયની સામે ન્યાયની માગણી સાથે સરકાર સામે બાંયો ચડાવી છે.
આ પણ વાંચોઃ વડોદરા લેબોરેટરીના કર્મચારીઓ દ્વારા સુપ્રિટેન્ડન્ટને આવેદનપત્ર અપાયું
તબીબોએ મેડિકલ ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી
સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબોએ મેડિકલ ડીનને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. પરંતુ સરકાર તરફથી કોઇ યોગ્ય જવાબ નહીં આવતા ફરી એકવાર મુખ્ય ત્રણ માગણીઓને લઇને રજૂઆત કરવામાં આવી હતી.
કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા હોવાથી કોઈ આંદોલન નહીં તમામ કામગીરી ચાલુ રખાશે : ડો.શ્રેયસ
બરોડા મેડિકલ કોલેજના ડોક્ટર શ્રેયસ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા હાલમાં દર્દીઓની સેવા તથા તબીબી વિદ્યાર્થીઓના સારા ભણતરને ધ્યાનમાં રાખીને જે ઘણા સમયથી એક ડોક્ટરની અછત પ્રવર્તમાન હતી. જેને અનુલક્ષીને 11 મહિનાના કરાર આધારિત નિમણૂક કરાઇ છે તેની વ્યવસ્થા ગોઠવી હતી. તે વ્યવસ્થાના ભાગરૂપે અમે સૌ ડોકટર 11 મહિનાના કરાર નિમણૂકના આધારીત સેવા બજાવી રહ્યા છે.
![SSG હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા તબીબોની માગ નહીં સ્વિકારાતા મેડિકલ ડીનને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-doctor-avb-gj10042_14052021143142_1405f_1620982902_902.jpg)
ઘણી જગ્યાએ કરારીય નિમણૂક પામેલા તબીબી શિક્ષકોનુ હીત જળવાતું નથી
કોવિડના કપરા કાળમાં પણ અમે બધાએ નોડલ ઓફિસરથી માંડીને નાનામાં નાની કામગીરી ખભાથી ખભો મિલાવીને કરી છે. પરંતુ આ કામ કરવા છતાં પણ અમને એવું લાગે છે કે, ઘણી જગ્યાએ કરારીય નિમણૂક પામેલા તબીબી શિક્ષકોનુ હીત જળવાતું નથી. જેમકે પહેલા જે એડહોક સિસ્ટમ હતી, જેને ધ્યાનમાં રાખીને અન્ય કરાર આધારિત નિમણૂકના આધારે હમણા સેવા બજાવી રહ્યા છે. એમાં અમને ઘણા લાભો મળતા નથી. જેમાં એક મુદ્દો પીજી ટીચર તરીકેની માગનો છે.
![SSG હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા તબીબોની માગ નહીં સ્વિકારાતા મેડિકલ ડીનને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-doctor-avb-gj10042_14052021143142_1405f_1620982902_120.jpg)
કરારીય નિમણૂક પામેલા તબીબી શિક્ષકોનો પગાર એના સ્ટાઇપેન્ડ કરતાં પણ ઘણો ઓછો છે
હાલ જ્યારે ખરેખર ડોકટરોની અછત છે, ત્યારે આ બાબતે સરકારને બીજા યોગ્ય નિર્ણય લેવા અમારી નમ્ર અરજ છે. થોડા સમય પહેલા સરકારે જે દિવસ-રાત કામ કરી રહેલા રેસીડેન્સ ડોક્ટર્સ માટે સ્ટાઇપેન્ડમાં વધારો કરી તેમના હિતનું રક્ષણ કર્યું હતું. એની સામે જ અમારો ફીડર કેડર છે, એટલે કે જે એન્ટ્રી પોઇન્ટ છે. એવા જે તબીબો કરારીય નિમણૂક પામેલા તબીબી શિક્ષકોનો પગાર એના સ્ટાઇપેન્ડ કરતાં પણ ઘણો ઓછો છે.
![SSG હોસ્પિટલમાં કોન્ટ્રાકટમાં ફરજ બજાવતા તબીબોની માગ નહીં સ્વિકારાતા મેડિકલ ડીનને આપ્યું આવેદનપત્ર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-01-doctor-avb-gj10042_14052021143142_1405f_1620982902_346.jpg)
આ પણ વાંચોઃ મોબાઇલ ડિલર એસોસીએશને અધિક જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી દુકાન ખોલવાની કરી માંગ
અમારે બીજી કોઈ હડતાલ કરવાનો ઈરાદો નથી
જ્યારે હોદ્દાની બાબતે એ લોકો એક કદમ આગળ છે. સરકારને એવી પણ નમ્ર વિનંતી છે કે, જો માગણી ન સંતોષાય તો હાલમાં અમે કોન્ટ્રાક્ટ પર જ છે, માટે અમારો બીજી કોઈ હડતાલ કરવાનો ઈરાદો નથી. પરંતુ સરકારને વારંવાર અરજ કરવાની અમારી જે ભાવના છે કે, જ્યાં સુધી હિત ના જણાય ત્યાં સુધી અમે સરકાર સમક્ષ રજૂઆત કરીશું તેમ જણાવ્યું હતું.