વડોદરાના અકોટા દાંડિયાબજાર બ્રીજ નીચે રેલીમાં અજાણ્યા યુવકે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી છે. પોલીસે મૃતદેહનો પોસ્ટ મોર્ટમ માટે શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડ્યો છે.
મળતી માહિતી મુજબ, જીવન ટુંકાવનાર યુવકની ઓળખ જમીલ શેખના નામે કરવામાં આવી અને તે રીક્ષા ચલાવવાનો વ્યવસાય કરતો હતો. વડોદરા પોલીસે યુવકની આત્મહત્યા કરવાનું કારણ શોધવાની દિશામાં તપાસ હાથ ધરી છે.