- કલાકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફૂલોથી ભારતનો નકશો તૈયાર કર્યો
- ફૂલોની રંગોળીની લંબાઈ 52 ફૂટ અને પહોળાઈ 38 ફૂટની છે
- ત્રિરંગાના રંગના 110 કિલો વિવિધ ફૂલોની પાંદડીઓથી બનાવી રંગોળી
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં સ્થાનિક કલાકારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફૂલોથી ભારતનો નકશો તૈયાર કર્યો હતો 52 ફૂટ લંબાઈ અને 38 ફૂટ પહોળાઈ ધરાવતી આ રંગોળીમાં ત્રિરંગાના રંગના 110 કિલો વિવિધ ફૂલોની પાંદડીઓ અને ઝાડની પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉપયોગથી સુંદર રચના બનાવવાનો પ્રયત્ન શહેરના કલાકાર કિશન શાહે કર્યો હતો.
ફૂલોની સુવાસથી વાતાવરણ મહેકી ઉઠ્યું
ફૂલોની રંગોળી બનાવનારા કલાકાર કિશન શાહે જણાવ્યું હતું કે, ફૂલોથી ભારતનો નક્શો બનાવતાં 8 કલાક જેટલો સમય લાગ્યો હતો. આજે સ્વતંત્રતા દિવસના અવસરે દુનિયા ભારતના ત્રિરંગાનો જલવો લોકોએ જોયો હતો અને ત્રિરંગામાં ઉપયોગમાં લીધેલા વિવિધ સુગંધીત ફુલોથી સંપૂર્ણ વાતાવરણ મહેકી ઉઠ્યું હતું.