વડોદરા: વડોદરાના 2 એન્જિનિયર દ્વારા Coro3 નામનું મશીન (Coro3 machine built by engineer)બનાવવામાં આવ્યું છે. જે પાણી અને ઓઝોનના ઉપયોગથી સેનેટાઈઝર બનાવે છે. સેનેટાઈઝરમાં મુખ્ય માત્રામાં આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવે છે, જે મનુષ્યના ચામડીને પણ અસર કરતું હોય છે. પરંતુ લોકોને તકલીફ ના પડે તેને ધ્યાનમાં રાખીને આ યુવાનો દ્વારા Coro3 બનાવામાં આવ્યું.
ઓક્સિજનમાંથી ઓઝોન બનાવાય છે
આ એક જનરેટર છે, જેમાં જલિય ઓઝોન બનવાની પ્રક્રિયા થાય છે. આ જનરેટરમાં ઓક્સિજનમાંથી ઓઝોન બનવામાં આવે છે અને આ બનેલ ઓઝોન ગેસને પાણીમાં ઓગાળવામાં આવે છે, જેથી તેનું એક સ્વરૂપ થઈ એક્વિઅસ ઓઝોન બને છે, જેને CORO3-પોર્ટેબલ ઓઝોન જનરેટર કેવાય છે.
કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીન પર સ્ટ્રેક કરે છે
એક્વિઅસ ઓઝોન કોરોના જેવા વાયરસના સ્પાઈક પ્રોટીન પર સ્ટ્રેક કરે છે, જેનાથી કોરોનાના સ્પાઈક પ્રોટીન તૂટી જાય છે, અને ઓમિક્રોન, કોરોના અને વિવિદ્ય વાયરસ નાશ પામે છે, જેથી સંક્રમણ વધતું નથી.
જાહેર જગ્યાઓ પર ઘણું ઉપયોગી થઈ શકે
આ જનરેટરનો ઉપયોગ સ્ટરીલાઇઝેશન અને સેનેટાઇઝેશન માટે ખૂબ ઉપયોગી છે. એરપોર્ટ , રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનમાં અને અન્ય જાહેર સ્થળે આપળે ઓઝોનેટેડ પાણીનો ઉપયોગ કરી શકીયે છીએ. આ જનરેટર દરેક પ્રકારના બેકટેરિયા, વાયરસ અને ફંગસને મારવા માટે ઉપયોગી છે. એક્વિઅસ ઓઝોનનો ઉપયોગ આપણે ઘર, હોસ્પિટલ, કૉમર્શિઅલ બિલ્ડીંગ અને જાહેર જગ્યા પર કરી શકીએ છે.
શાકભાજી અને ફળોની સાફ સફાઈ કરી શકાય છે
આ જનરેટર પીવાના પાણીને સેનેટાઈઝર બદલવામાં સક્ષમ છે, અને તેનો ઉપયોગ સેનેટાઇઝર તરીકે કરી શકાય છે. આ જનરેટર કોઈ પણ સપાટી, શાકભાજી અને ફળ, બાગ બગીચો, શૌચાલય અને બાથરૂમમાં સાફ સફાઈ માટે પણ વાપરી શકાય છે. આ જનરેટરના પાણીના ઉપયોગથી શરીર કે ચામડીને કોઈ નુકશાન થતું નથી.
આ પણ વાંચો:
હાથ સેનેટાઈઝ જેવી બાબતે પતિએ પત્નીને માર માર્યો, પરણિતાએ નોંધાવી ફરીયાદ
નિર્દોષ લોકોના જીવના જોખમે નકલી સેનિટાઇઝરનો ધમધોકાર ચાલી રહેલો ધંધો!!