વડોદરાઃ શહેરની વરણામા પોલીસ શરમમાં મૂકાઈ (Accused abscond in Vadodara) છે. કારણ કે, વહેલી સવારે આ પોલીસ સ્ટેશનમાંથી રીઢો ગુનેગાર હરિ સિંધી ફરાર (Accused Hari Sindhi absconding from Varanasi police station) થઈ ગયો હતો. હરેશ ઉર્ફે હરિ સિંધી (Accused Hari Sindhi absconding from Varanasi police station) સામે પ્રોહીબિશન, હત્યાના પ્રયાસ સહિતના અઢળક ગુના નોંધાયા છે.
શહેર અને જીલ્લા પોલીસ તંત્રમાં દોડધામ મચી - અનેક ગુનાઓમાં વોન્ટેડ લિકર કિંગ હરિ સીંધીને PCBએ અમદાવાદથી (Accused Hari Sindhi absconding from Varanasi police station) ઝડપી પાડ્યો હતો. તેની સામે નોંધાયેલા 7 જેટલા ગુનાઓમાં હરિ વોન્ટેડ હતો. હરિ સિંધી (Accused Hari Sindhi absconding from Varanasi police station) આજે વરણામાં પોલીસ સ્ટેશનમાંથી ફરાર થતા જિલ્લા પોલીસની પોલ ખૂલી છે. વડોદરા જિલ્લાના નવા SP ચાર્જ લેશે. ત્યારે હવે બૂટલેગરના ફરાર થવામાં જવાબદાર પોલીસકર્મીઓ સામે શું એક્શન લેવામાં આવે છે. તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
આરોપી હરિ સિંધી 7 પોલીસ સ્ટેશનમાં વોન્ટેડ - આરોપી સામે સિટી પોલીસ મથકમાં 12, કિશનવાડીમાં અને બાપોદ પોલીસ મથકમાં 1-1 ગુના દાખલ છે. આ તમામ સહિત તે 7 પોલીસ મથકમાં વોન્ટેડ છે. આરોપી પાસેથી કાર, 3 મોબાઈલ સહિત1.56 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
PCBએ આરોપીને નરોડાથી પકડ્યો હતો - ગયા અઠવાડિયે PCBને બાતમી મળી હતી કે, હરેશ ઉર્ફે હરિ બ્રહ્મક્ષત્રિય (સિંધી) (Accused Hari Sindhi absconding from Varanasi police station) રાજસ્થાનથી પરત આવ્યો છે અને અમદાવાદ ખાતે નરોડા ગેલેક્સી વિસ્તારમાં જવાનો છે. તેના આધારે PCBની ટીમ વોચમાં ઊભી રહીને આરોપીને ઝડપી લીધો હતો. વારસિયાની એસ. કે. કોલોનીમાં રહેનારો બૂટલેગર હરી સિંધી (Accused Hari Sindhi absconding from Varanasi police station) સામે 5 વખત પાસા થઈ છે. તેમ જ તેને તડીપાર પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો- Firing on Women in Bhavnagar : સામાન્ય બાબતે બે મહિલાઓ પર ફાયરિંગ કરી પાડોશી નાસી ગયો
પોલીસે કુખ્યાત આરોપીને ઝડપી લેવા જુદી જુદી ટીમોને કામે લગાવી - બૂટલેગરને વરણામા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. તે દરમિયાન આજે (સવારે) મળસ્કે બાથરૂમ કરવા જવાનું જણાવી પોલીસ જવાનને ચકમો આપીને કુખ્યાત બુટલેગર હરિ સિંધી (Accused Hari Sindhi absconding from Varanasi police station) ફરાર થયો છે. પોલીસે કુખ્યાતને પકડવા અનેક ટિમ રવાના કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
આ પણ વાંચો- Robbery in Morbi: મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.19 કરોડની લૂંટ, 4 ઈસમો ફરાર
નવા SP આવે તે પહેલા આરોપી ફરાર- ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં વડોદરા જિલ્લાના SP સુધીર કુમારને અન્યત્રે મૂકવામાં આવ્યા છે. સંભવત આજે વડોદરા જિલ્લાના નવા SP ચાર્જ લઈ શકે છે. પોલીસકર્મીઓની ગંભીર બેદરકારી સામે શું પગલા લેવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.