ETV Bharat / city

આજવા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો, કેટલાક નીચાણવાળા વિસ્તારો ખાલી થવા આદેશ - Karelibagh area in Vadodara

શહેરમાં ગત રાતથી જ વરસાદી વાતાવરણ(Rain in Vadodara) છવાયું છે. ક્યાંક ધીરી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ(Heavy Rain In Vadodara) વરસ્યો છે. શહેરમાં છેલ્લા 18 કલાકમાં 3 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરનાં મોટા ભાગના રસ્તાઓ પર પાણી ભરાયું છે.

આજવા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો, કેટલાક નીચાણવાળા વિસ્તારો ખાલી થવા આદેશ

author img

By

Published : Jul 19, 2022, 9:17 PM IST

વડોદરા: શહેરમાં વરસાદને કારણે રાજમહેલ રોડ(Rajmahal Road in Vadodara) પર આવેલા કાશી વિશ્વનાથ મંદિરમાં(Kashi Vishwanath Temple) પણ પાણી ભરાયા છે. આ સાથે આજવા સરોવરની જળ સપાટીમાં વધારો(Water level of Ajawa Dam) થઇને 211 ફૂટે પહોંચી છે. જેના કારણે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા વિશ્વામિત્રી નદીનું જળ સ્તર(Water level of river Vishwamitri) વધી રહ્યું છે. હાલમાં શહેરના કારેલીબાગ વિસ્તારમાં(Karelibagh area in Vadodara) નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઈન્દિરાનગરને ખાલી કરાવવામાં આવ્યું છે. જેથી આવનાર સમયમાં કોઈ ભયાનક સ્થિતિ સર્જાય નહી.

વડોદરામાં ધોધમાર વરસાદ ના પગલે આજવા ડેમની જળ સપાટીમાં વધારો નોંધાયો

આ પણ વાંચો: ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં અમદાવાદ મુંબઈ નૅશનલ હાઈ-વે બંધ કરાયો

વિશ્વામિત્રી નદીનું જળ સ્તર વધ્યું - આજવા સરોવરની જળ સપાટીમાં વધારો થઇને 211.46 ફૂટે પહોંચી છે. આજવા જળાશયમાં 15 ઓગસ્ટ સુધી 211 ફૂટની સપાટી જાળવવાની છે. વડોદરા જિલ્લા પુર નિયંત્રણ કક્ષને(Vadodara District Flood Control Office) મળેલી સૂચના પ્રમાણે આજવાની સપાટી વધીને હાલમાં 211.46 ફૂટ થઈ હતી. જેને પગલે આજવા ડેમના દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. જેના કારણે, શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી કાલાઘોડામાં 14.04 ફૂટ હાલ સુધી નોંધાઇ છે. ઉપરવાસમાં વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની સપાટી હજુ વધવાની શક્યતાઓ સેવાઇ રહી છે. શહેરના નીચાણવાળા વિસ્તારોને સાવધાની અને કેટલાક વિસ્તારોમાં ખાલી કરવાના આદેશ પણ કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: અઠવાડિયા પછી અમદાવાદ ફરી એક વાર થયું પાણીપાણી, આ વિસ્તારમાં વરસાદ શરૂ

નિચાણવાળા ગામોને સતર્ક રહેવા તંત્રની અપીલ - ઉપરવાસમાં વરસાદને લઈને મધ્ય રાત્રી પછી દેવ ડેમમાં સપાટી 87.85 મીટરથી વધીને 87.91 મીટર થતાં રૂલ લેવલ જાળવવા ગેટ નં.3,4,5 અને 6ને 0.45 મીટર જેટલા ખોલીને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે વાઘોડિયા, ડભોઇ અને વડોદરા ગામ સહિત અસર પામતા તાલુકાઓના તંત્રોને સતર્ક રહીને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત અસર પામતા ગામોના લોકોને સાવચેત રહેવા, કાંઠા વિસ્તારથી અંતર જાળવવા અને જરૂર જણાયે સલામત સ્થળે ખસી જવા જણાવવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.