ETV Bharat / city

આ નવું આવ્યું, ચા પીવો પણ કપ ફેંકવાના બદલે ખાઈ જાવ - Gujarat Tea Stall

ગુજરાતની સ્વાદ પ્રેમની પ્રજાને (Food Addicted) કંઈક નવું મળે એટલે બમણો આનંદ આવે. એમાં પણ ખાવા પીવાની વસ્તુઓમાં (Foods in Gujarat) નવી વસ્તુઓ ટ્રાય કરવામાં ગુજરાતીઓ પહેલા ક્રમે આવે. જ્યારથી પ્લાસ્ટિક (Single used Plastic Ban) પર પ્રતિબંધ મૂકાયો છે ત્યારથી ઘણા લોકોએ કંઈક નવું કરવાનું વિચાર્યું. પણ વડોદરામાંથી યુવાનોની એક ટીમે પ્લાસ્ટિક કપનો ઉપયોગ ન કરીને એવા કપમાં ચા વેચવાનું શરૂ કર્યું જે કપમાં ચા પીને ફેંકી દેવાના બદલે ખાઈ જવાનો, જોઈએ એક સ્પેશ્યલ રીપોર્ટ

આ નવું આવ્યું, ચા પીવો પણ કપ ફેંકવાના બદલે ખાઈ જાવ
આ નવું આવ્યું, ચા પીવો પણ કપ ફેંકવાના બદલે ખાઈ જાવ
author img

By

Published : Jul 31, 2022, 9:00 PM IST

વડોદરાઃ વડોદરા શહેરમાં ચાર યુવાઓની ટીમે પર્યાવરણ બચાવવા માટેની અનોખી પહેલ કરી છે. જેને સંસ્કારી નગરીના નગરજનો (Food Addicted) અવકારી રહ્યા છે. જેમણું બાળપણ અનાથલયમાં પસાર થયું છે. તેવા ચાર યુવાઓ લવકુશ, વિકાસ, શંકર અને સૂરજે નિઝામપુરા વિસ્તારમાં ચાની કીટલી (Foods in Gujarat) શરૂ કરી છે. જેને Clan (કેર લીવર એસોસિએશન નેટવર્ક) નામ આપવામાં આવ્યું છે. જેમાં ચા પીવા આવતા લોકોને ચા પીવાની સાથે તેના કપ ખાવા (Single used Plastic Ban) માટે આપવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે ચાના કપ ચા પીને ફેંકી દેવાય છે.

આ પણ વાંચોઃ આણંદમાં વરસાદના કારણે સરકારી ચોપડે 200થી વધુ મકાનોને નુકસાન

કપ ખાઈ જાવઃ ચા પીવા આવનાર લોકો ચા ના કપને ચા પીધા પછી ફેંકવાને બદલે ખાઈ જવા માટે આપવામાં આવે છે. અહીં આવતા લોકો ચા નો સ્વાદ માણ્યા પછી કપને ખાઈ રહ્યા છે. સરકારના પર્યાવરણ બાચવવાને ઉદ્દેશને સાર્થક કરી રહેલા આ યુવાનોની પહેલ ધીમે ધીમે રંગ લાવી રહી છે. વળી ચા પીવાની સાથે કપ ખાવાનો અને તે પણ કેડબરી ફ્લેવર અને ગુલાબની ખુશ્બૂ સાથે. જેની કિંમત પણ દરેકના ખિસ્સાને પોસાય એવી જ છે. લવકુશ જ્યારે નાનો હતો ત્યારે લોકો વચ્ચેની પર્યાવરણ બચાવવા અંગેની વાતો તેને મોટેરાઓના મોઢેથી સાંભળી હતી. જેમાં લોકો કહેતા હતા કે, પર્યાવરણ નહીં બચાવીએ તો આવનાર સમયમાં જીવન મુશ્કેલ બની જશે.

પર્યાવરણ અંગે જાગૃતિઃ પરિવારના વડીલોની વાતને લઈ યુવાન લવકુશે વિચારી લીધું કે કોઈ પણ હિસાબે પર્યાવરણ બચાવવું છે. અનોખા ચા ના કપમાં ચાય બનાવીને તે અનેક યુવાનોના દિલ જીતી રહ્યો છે. ખાસ વાત એ છે કે, આ કપ ઘઉંમાંથી બનાવવામાં આવ્યો છે. એટલે આરોગ્યને પણ નુકસાન થવાનો કોઈ ચાન્સ નથી. તેમાં ચા પીરસવામાં આવે છે. જે કપમાં ચા પીધા પછી ખાઈ શકાય છે, આમ પ્લાસ્ટિક અને થર્મોકોલના નુકશાનથી પર્યાવરણને બચાવી શકાય છે. આ અનોખા ચા ના કપમાં ચા પીરસવાથી કપનો કોઈ પ્લાસ્ટિક વેસ્ટ ઊભો થતો જ નથી. સિંગલ યુઝ પ્રોડક્ટનો પણ ઉપયોગ થતો નથી.

આ પણ વાંચોઃ તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ

ક્યાં છે આઃ આ યુવાઓની આ ચાની કીટલી હાલ વડોદરાના નિઝામપુરામાં સવારે 6 થી રાત્રે 11 સુધી ચાલી રહી છે. આમ તો આ ટી સ્ટોલ શરૂ થયે મહિનો માંડ થયો છે પણ યુવાઓની પર્યાવરણની જાળવણી સાથેની ચા ની કીટલી ધીમે ધીમે ફેમશ થઈ રહી છે અને લોકો પણ તેની ચૂસકીનો સ્વાદ માણવા જરૂર આવી રહ્યા છે. દરરોજના 60 થી 70 જેટલા કપ ચા આ યુવાનો બનાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.