- વડોદરા વાસણા-કોતરિયા ગામ પાસેથી પસાર થતી સાંકળી નદીમાં અજગર દેખાતા રેસ્ક્યૂ
- આબુ નજીકના હેટમજી ગામે એક અજગરે બે વાંદરાને ગળી જતાં અજગરનું મોત નિપજ્યું હતું
- વાંદરાના બચ્ચાની ઉંમર 2 મહિનાની આસપાસ હોય તેવું જણાતું હતું
વડોદરા: વાસણા-કોતરિયા ગામની સીમમાંથી વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરેલા અજગર(Python molurus)ને કમાટીબાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો. અજગરનું શરીર વચ્ચેના ભાગેથી ફૂલેલું હતું. તેથી કર્મચારીઓએ તેના વચ્ચેના ભાગે થપથપાવતાં અજગરે ગળેલી વસ્તુ ધીમે-ધીમે મોં તરફ ધકેલવાનું શરૂ કર્યું હતું. ગણતરીની સેંકડોમાં જ વાંદરાના બચ્ચાની પૂંછડી જોવાયા બાદ પગ અને ત્યારબાદ વાંદરાનું આખું બચ્ચું ઓકી કાઢ્યું હતું.
આ પણ વાંચો- ગીર સોમનાથ: દ્રોણ ગામે દેખાયો મહાકાય અજગર, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
વાંદરાના બચ્ચાની વય 2 મહિનાની આસપાસ હોય તેવું જણાતું હતું
અજગરે (Python molurus)ગળેલા આ વાંદરાના બચ્ચાની વય 2 મહિનાની આસપાસ હોય તેવું જણાતું હતું. વનવિભાગની નર્સરીના ઇતિહાસમાં અજગરે કોઇ પ્રાણીને મોંમાંથી ઓકી કાઢ્યું હોય તેવી ઘટના પહેલીવાર બની હતી.
અજગરે 2 દિવસ અગાઉ ગળેલું વાંદરાનું બચ્ચું મોંમાંથી ઓકી કાઢ્યું
વડોદરા વનવિભાગની ટીમ દ્વારા પકડીને લવાયેલા અજગરે (Python molurus)2 દિવસ અગાઉ ગળેલું વાંદરાનું બચ્ચું મોંમાંથી ઓકી કાઢ્યું હતું. આ ઘટના બનતા વનવિભાગની નર્સરી ખાતે તીવ્ર દુર્ગંઘ ફેલાઈ ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વાસણા-કોતરિયા ગામની સીમમાંથી વનવિભાગની ટીમે રેસ્ક્યૂ કરેલા અજગરને કમાટીબાગ નર્સરી ખાતે લાવવામાં આવ્યો હતો.
અજગરનું શરીર વચ્ચેના ભાગેથી ફૂલેલું હતું
વનવિભાગના કર્મચારીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અજગર(Python molurus)નું શરીર વચ્ચેના ભાગેથી ફૂલેલું હતું, તેથી કર્મચારીઓએ તેના વચ્ચેના ભાગે થપથપાવતાં અજગરે ગળેલી વસ્તુ ધીમે-ધીમે મોં તરફ ધકેલવાનું શરૂ કર્યું હતું. ગણતરીની સેંકડોમાં જ વાંદરાના બચ્ચાની પૂંછડી જોવાયા બાદ પગ અને ત્યારબાદ વાંદરાનું આખે આખુ બચ્ચું ઓકી કાઢ્યું હતું. આ વાંદરાના બચ્ચાની ઉંમર 2 મહિનાની આસપાસ હોય તેવું જણાતું હતું.
અજગરના હોઠ પાસેના ભાગે છીદ્રો હોય છે
વનવિભાગની નર્સરીમાં અજગરે (Python molurus)કોઇ પ્રાણીને મોંમાંથી ઓકી કાઢ્યું હોય તેવી સર્વ પ્રથમ ઘટના બની હતી. અજગર તેની આસપાસના તાપમાનના ફેરફારને કરીને શિકાર પકડે છે. તેના હોઠ પાસેના ભાગે છીદ્રો હોય છે, જે તેના માટે સેન્સરનું કામ કરે છે. જો શિકાર નજીક આવે અને તેના તાપમાનમાં ફેરફાર હોય એટલે અજગર સીધો જ તેના પર હુમલો કરે છે અને ભરડો લીધા બાદ છેવટે માથાના ભાગેથી ગળી જાય છે.
આ પણ વાંચો- ગીર સોમનાથના પાલડી ગામે વાડી વિસ્તારમાંથી અજગરનું રેસ્ક્યૂ
અજગરને ખોરાક પચાવતા ચોમાસામાં અંદાજે 15 દિવસ જેટલો સમય લાગે છે
અજગરને ખોરાક પચાવતા ચોમાસામાં અંદાજે 15 દિવસ જેટલો સમય લાગે છે. આ વાંદરાના બચ્ચાનો શિકાર તેણે એકથી બે દિવસ પહેલાં કર્યો હશે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં આબુ નજીકના હેટમજી ગામે એક અજગરે બે વાંદરાને ગળી જતાં અજગરનું મોત નિપજ્યું હતું. જ્યારે વાસણા-કોતરિયા ગામનો અજગર જીવિત હાલતમાં છે.