વડોદરાઃ શહેરની મધ્યસ્થ જેલમાં (Vadodara Central Jail) કોન્સ્ટેબલ સલામત નથી તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં કોન્સ્ટેબલે કાચા કામના કેદીને સમય થતા બેરેકમાં જવાનું કહ્યું હતું. તેના કારણે કેદીએ કોન્સ્ટેબલને અપશબ્દો કહ્યા હતા. એટલું જ નહીં કેદીએ કોન્સ્ટેબલને માર (A prisoner attacked a constable in Vadodara Central Jail) માર્યો હતો. ત્યારે આખરે ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલે 2 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પોઈન્ટ 1-2ના ગેટ પાસે બની ઘટના - આ અંગે મળતી માહિતી અનુસાર, વડોદરા મધ્યસ્થ જેલના (Vadodara Central Jail) કોન્સ્ટેબલ વિજયસિંહ ઠાકોરે રાવપુરા પોલીસ સ્ટેશનમાં (Ravpura Police Station) ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમને યાર્ડ 12માં ફરજ સોંપવામાં આવી છે. રિસેસ પૂર્ણ કર્યા બાદ તેઓએ રિલીવરને રિસેસમાં મોકલ્ચો હતો. જ્યારે તેમના સાથી ભરત ભરવાડ યાર્ડમાં ફરજ બજાવતા હતા. તે દરમિયાન પોઈન્ટ 1 અને 2ના ગેટ પાસે જેલબંદીનો સમય થતા કેદીઓને બેરેકમાં જવા જણાવ્યું હતું.
કેદીને બેરેકમાં જવાનું કહેતા કેદી ભડક્યો - તે જ સમયે કાચા કામના કેદી અભિજિત ઉર્ફે અભિ આનંદ ઝા મેઈન ગેટ પાસે આવ્યો હતો. જોકે, કોન્સ્ટેબલે તેને પણ બેરેકમાં જવાનું કહેતા તે ભડકી ગયો હતો. અને તે મોટા અવાજે બોલ્યો કે, તું મને બંધ થવાનું કહેનાર કોણ છે. તું નવો આવ્યો છે. હું મારી મરજીથી બેરેકમાં બંધ થઈશ તેમ કહી ધાકધમકી આપવાની સાથે અપશબ્દો બોલવાનું શરૂ કરી દીધું હતું
આ પણ વાંચો- Prisoners Bhajiya House Closed in Bhuj : પાલારા જેલના ફેમસ ભજીયા હાઉસને કેમ લાગ્યા તાળાં?
કોન્સ્ટેબલના સાથીકર્મીઓએ તેને છોડાવ્યો - આ ઉપરાંત કેદી અભિજિત ઉર્ફે અભિ આનંદ ઝાએ કોન્સ્ટેબલનો કોલર પકડી તેના પર હુમલો (A prisoner attacked a constable in Vadodara Central Jail) કર્યો હતો. દરમિયાન પાસામાં અટકાયત કરાયેલા લોખંડિયા બાબુલાલ ઈશી ન્હાવીએ મેઈન ગેટ અંદર આવીને કોન્સ્ટેબલના વાળ પકડી તેની પર હુમલો (A prisoner attacked a constable in Vadodara Central Jail) કર્યો હતો. જ્યારે કેદી અભિ ઝાએ ધક્કો મારતા કોન્સ્ટેબલ દિવાલ સાથે અથડાયો હતો. તેમાં તેને કોણીના ભાગે ઈજા પહોંચી હતી. તે દરમિયાન અન્યનું ટોળું એકત્ર થઈ ગયું હતું. તેવામાં કોન્સ્ટેબલે બૂમો પાડતા સાથીકર્મીઓ પણ એકઠા થઈ ગયા હતા અને તેમણે કોન્સ્ટેબલને છોડાવ્યો હતો.
2 કેદી સામે નોંધાઈ ફરિયાદ - જોકે, આ મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં (Ravpura Police Station) કાચા કામના આરોપી અભિજિત ઉર્ફે અભિ આનંદ ઝા તથા પાસાના અટકાયતી ભાઉ સાહેબ ઉર્ફે લોખંડિયા બાબુલાલ ઈશી ન્હાવી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.