ETV Bharat / city

વડોદરામાં ઘરઆંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો વાન ચઢી જતા મોત - accident in vadodara

વડોદરાના લક્ષ્મીનગરમાં પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીકઅપ વાને અહમદ હાસીમ નામના દોઢ વર્ષના બાળકને ટક્કર મારી હતી. જેમાં બાળકનું મોત થયું હતું. પીકઅપ વાનનો ડ્રાઈવર વાન છોડી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.

વડોદરાના લક્ષ્મી નગરની ઘટના
વડોદરાના લક્ષ્મી નગરની ઘટના
author img

By

Published : May 10, 2021, 12:27 PM IST

  • વડોદરાના લક્ષ્મી નગરની ઘટના
  • પોલ્ટ્રી ફોર્મની હતી બોલેરો પીકઅપ વાન
  • ડ્રાઈવર વાન છોડી ઘટના સ્થળેથી ફરાર
  • રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની કરી તોડફોડ

વડોદરા: જિલ્લાના લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો પીકઅપવાન ચઢી જતા મોત નીપજ્યું હતું. રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપવાનની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.

રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની કરી તોડફોડ

આ પણ વાંચો: આબાદ બચાવ: અઢી વર્ષની બાળકી એપાર્ટમેન્ટના ચોથા માળની બારીમાંથી નીચે પટકાઈ

ન્યાય માટે ઉઠી માંગ

મૃત્યુ પામેલા બાળકના કાકાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ઘરના આંગણે રમી રહ્યો હતો ત્યારે પીકઅપ ગાડીનું ટાયર તેના પર ફરી વળ્યું હતું. ગાડીને બ્રેક પણ મારી નહોતી અને મારા ભત્રીજા પર ગાડી ચડાવી દીધી હતી. અમને ફક્ત ન્યાય જોઇએ બીજુ કંઇ જોઇતું નથી.

આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના થયા મોત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.