ETV Bharat / city

વડોદરાના સયાજીબાગ ઝૂમાં સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનો કર્યો શિકાર, જૂઓ વીડિયો... - lion killed national bird peacock

વડોદરામાં આવેલ મધ્ય ગુજરાતના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયમાં આજે શુક્રવારે મુલાકાતીઓને અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. સામાન્ય રીતે ઝૂમાં મુલાકાતીઓને સિંહ પાંજરામાં આરામ કરતો, ખેલકૂદ કરતો અથવા તો ગર્જતો જોવા મળતો હોય છે, પરંતુ શુક્રવારે પાંજરે પૂરાયેલા સિંહે ઝાડ પર આવી બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કર્યો હતો. કેટલાક મુલાકાતીઓએ આ દરમિયાન વીડિયો ઉતારતા આ ઘડી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

વડોદરાના સયાજીબાગ ઝૂમાં સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનો કર્યો શિકાર, જૂઓ વીડિયો...

author img

By

Published : Jul 23, 2021, 10:55 PM IST

  • વડોદરામાં આવેલું છે મધ્ય ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય
  • ચોંકાવનારી કહી શકાય એવી ઘટનાના મુલાકાતીઓ બન્યા સાક્ષી
  • સિંહના પાંજરામાં આવી પહોંચેલા મોરનો કર્યો શિકાર

વડોદરા : કમાટીબાગ તરીકે ઓળખાતા વડોદરાના સયાજીબાગમાં મધ્ય ગુજરાતનું સૌથી મોટું ઝૂ આવેલું છે. આ ઝૂમાં શુક્રવારે આવેલા મુલાકાતીઓ એક ચોંકાવનારી ઘટનાના સાક્ષી બન્યા હતા. સિંહના પાંજરામાં આવી પહોંચેલા મોરનો સિંહે શિકાર કર્યો હતો અને પિંજરામાં જ લોકોની સામે તેની મિજબાની માણી હતી.

વડોદરાના સયાજીબાગ ઝૂમાં સિંહે રાષ્ટ્રીય પક્ષી મોરનો કર્યો શિકાર, જૂઓ વીડિયો...

મુલાકાતીઓ મૂકાયા અચરજમાં..

હાલમાં સયાજીબાગ ઝૂના નવિનીકરણની કામગીરી ચાલી રહી છે. જેને લઈને આગામી સમયમાં વધારે પ્રાણીઓ ત્યાં આશ્રય મેળવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. શુક્રવારે જ સિંહના પાંજરામાં આવેલા એક ઝાડ પર રાષ્ટ્રીય પક્ષી મોર આવી પહોંચ્યું હતું. આ મોર ઉડીને અન્યત્ર જાય તે પહેલા જ વનરાજે તેનો શિકાર કરી લીધો હતો અને મોઢામાં ફસાવીને ત્યાંથી ચાલ્યો ગયો હતો. તે સમયે હાજર મુલાકાતીઓ પણ આ જોઈને અચરજમાં મૂકાઈ ગયા હતા. કેટલાક મુલાકાતીઓએ આ પળોને કેમેરામાં કેદ કરી લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.