ETV Bharat / city

વડોદરામાં દુમાડ ચોકડી પાસે 6 રાઉન્ડ ફાયરિંગ, 5 લોકો ઇજાગ્રસ્ત - વડોદરમાં ફાયરિંગની ઘટના

વડોદરા નજીક હાઇવે પર દુમાડ ચોકડી નજીક સોમવારે બપોરે લગભગ એક કલાકના સુમારે અજાણ્યા હુમલાખોરો દ્વારા આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેના કારણે વિસ્તારમાં સનસનાટી ફેલાઇ ગઇ છે. 6 રાઉન્ડ ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

firing in Vadodara
firing in Vadodara
author img

By

Published : Oct 19, 2020, 4:31 PM IST

  • વડોદરામાં દુમાડ ચોકડી પાસે ફાયરિંગ
  • 6 રાઉન્ડ ફાયરિંગમાં 5 લોકો ઇજાગ્રસ્ત
  • હુમલા બાદ હુમલાખોરો નાસી છૂટ્યા

વડોદરા : દુમાડ ચોકડી પાસે વાહનોમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હતો. આ હુમલા અને ગોળીબારની ઘટનામાં 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ચોક્કસ સમાજના લોકો પર થયેલા ગોળીબાર અને હુમલાની ઘટનાને પગલે આ સમાજના લોકો પહોંચી જતા ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.

firing in Vadodara
6 રાઉન્ડ ફાયરિંગમાં 4 લોકો ઇજાગ્રસ્ત
  • ફાયરિંગના પગલે અરાજકતા ફેલાઇ

પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે, હુમલાખોરો નાસી છૂટ્યા હતા. આ ઘટના પાછળ ગેંગવોર થાય તેવી શક્યતાઓ સર્જાઈ છે.

  • 5 લોકો ઇજાગ્રસ્ત

મળતી માહિતી મુજબ સોમવારે બપોરે હાઇવે પર દુમાડ ચોકડી નજીક 3 વાહનો ધસી આવ્યા હતા. જેમાં લગભગ 15 જેટલા હુમલાખોરોએ લોકો પર અચાનક હુમલો કર્યો હતો. જેમાં માર મારવાની સાથે હુમલાખોર દ્વારા 6થી 7 રાઉન્ડ ગોળીબાર થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં 5 લોકોને ઇજા પહોંચી છે.

  • હુમલા બાદ હુમલાખોરો ફરાર

આ ગોળીબારની ઘટનાને અંજામ આપી હુમલાખોરો પોતાના વાહનોમાં નાસી છૂટ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ જે તે સમાજનું ટોળુ ઘટના સ્થળે ધસી આવ્યું હતું. જે કારણે વડોદરામાં ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ સર્જાઇ છે. આ ઘટના દરમિયાન ઇજાગ્રત 5 લોકોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

વડોદરામાં દુમાડ ચોકડી પાસે 6 રાઉન્ડ ફાયરિંગ
  • પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી

બીજી તરફ પોલીસ અધિકારીઓ પણ કાફલા સાથે ધસી આવ્યા હતા. આ ઘટનાને પગલે વાહન ચાલકોમાં ભય ફેલાયો હતો. જે બાદ પોલીસે ટ્રાફિક શરૂ કરાવી ઘટનાની તપાસ હાથ ધરી હતી. ઘટના પાછળ ગેંગવોર હોવાની શંકા સેવાઇ રહી છે. સયાજી હોસ્પિટલમાં દાખલ ઇજાગ્રસ્તોની પૂછપરછ બાદ સમગ્ર ઘટનાનું કારણ અને હુમલાખોરોની માહિતી સામે આવે તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.