ETV Bharat / city

પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરાની 40 શાળાઓ ઓક્સિજન પર મુકાઈ - baroda daily updates

વડોદરામાં પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા શહેરની 150 ગ્રાન્ટેડ શાળાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, રિસોર્ટ, હોટેલ, જીમનેશિયમ જેવા એકમોને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને આ રાહત માંથી બાકાત રાખવામાં આવતા વડોદરાની 150 શાળાઓથી સમાવિષ્ટ વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવા માગણી કરી હતી.

પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરાની 40 શાળાઓ ઓક્સિજન પર મુકાઈ

author img

By

Published : Jun 13, 2021, 11:07 AM IST

  • પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરા શાળા સંચાલક મંડળમાં નારાજગી
  • 30થી 40 ગ્રાન્ટેડ શાળાઓ ઓક્સિજન પર આવી
  • મુખ્યપ્રધાનને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માગ

વડોદરા: પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા શહેરની 150 ગ્રાન્ટેડ શાળાઓ મુશ્કેલીમાં મુકાઈ છે. જે પૈકીની 30થી 40 શાળાઓ તો ઓક્સિજન પર ચાલી રહી છે.એક તરફ મોલ, મલ્ટીપ્લેક્સ, રિસોર્ટ, જીમ, હોટેલ જેવા એકમોને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે.જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત નહીં મળતા વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આર.સી.પટેલે નારાજગી દર્શાવી છે.

વડોદરાની 150 ગ્રાન્ટેડ શાળાઓ કફોડી હાલતમાં મુકાઈ

તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા મોલ, મલ્ટીપ્લેક્સ, રિસોર્ટ, હોટેલ, જીમનેશિયમ જેવા એકમોને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી રાહત આપી છે. જ્યારે ગ્રાન્ટેડ શાળાઓને આ રાહત માંથી બાકાત રાખવામાં આવતા વડોદરાની 150 શાળાઓથી સમાવિષ્ટ વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળ દ્વારા મુખ્યપ્રધાનને આવેદનપત્ર પાઠવી પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવા માગણી કરી હતી. જો રાહત આપવામાં નહીં આવે તો વડોદરાની 30થી 40 શાળાઓ ઓક્સિજન ઉપર ચાલી રહી છે તેને બંધ કરવાની નોબત આવી છે, પરંતુ તેની પણ પ્રક્રિયા લાંબી હોવાથી એવી શાળાઓ ખુબ જ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.

આ પણ વાંચો: જામનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર દુકાનદારો સામે મનપાની લાલ આંખ

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને આવેદન

વડોદરા શહેર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આર. સી. પટેલે જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરીના રોજ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું કે અમને પણ પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ મળવી જોઈએ. અમે 100 ટકા પ્રોપર્ટી ટેકસમાં માફી નથી માગી. 10 ટકા 20 ટકા જે કોર્પોરેશનની સૂચના થાય તે પ્રમાણે રિબેટ મળવું જોઈએ, પરંતુ આજદિન સુધી અમને કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી.

મુખ્યપ્રધાનને રજૂઆત કરી પ્રોપર્ટી ટેક્સમાં રાહત આપવા માગ

મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ રેસ્ટોરન્ટ જિમ અને રિસોર્ટને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ જે અમારું રાજ્યકક્ષાનું મહામંડળ છે તેના દ્વારા રાજ્યના મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરી છે. કારણ એક જ કે મોલ મલ્ટીપ્લેક્સ હોટેલ રેસ્ટોરન્ટ જિમ અને રિસોર્ટ છે. એને 100 ટકા પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. તો શાળાઓને પણ આપવી જોઈએ તેનું કારણ છે કે 22મી માર્ચના રોજ જનતા કર્ફયુ આવ્યો ત્યારપછી 24મી માર્ચ 2020થી લોકડાઉન થયું. એટલે ઘણી બધી શાળાઓને સત્ર 2019-2020ની ફી પણ બાકી છે. ત્યારપછી 2020 અને 2021નું વર્ષ જેમાં સરકારે અમને કહ્યું કે, 25 ટકા ફી ઓછી લો. ત્યારે અમે 25 ટકા ફી છોડી દીધી હતી. બાકી રહી 75 ટકા ફી જેમાં 75 ટકામાં પણ ઘણી બધી ફી આવવાની બાકી છે. સરકારે તો કહ્યું કે તમે 75 ટકા ફી વસુલ કરી શકો છો.

ફી માંથી 40થી 50 ટકા કર્મચારીઓ શિક્ષકોનો પગાર ચૂકવવામાં વપરાયા

ગતરોજ પણ રાજ્યના મુખ્યપ્રધાને કહ્યું કે, શાળાઓએ 75 ટકા ફી લીધી છે. તો તેમને કર બાદ કેવી રીતે અપાય, પરંતુ વાસ્તવિકતા એ છે કે તમે 75 ટકા ફી લેવાની છૂટ આપી, પરંતુ તેની સામે આવી કેટલી 75 ટકા ફી આવી જોઈએ તે પ્રમાણે આવી નથી. એટલા માટે અમને મુશ્કેલી છે. જે કોઈ ફી આવી તેમાંથી 40થી 50 ટકા કર્મચારીઓ શિક્ષકોનો પગાર ચૂકવવામાં વપરાયા છે. આ ઉપરાંત ભાડા, લાઇટબીલ, ટેલીફોન બીલ, વેરાની ભરપાઈ કરાઈ હતી. ઘણી બધી શાળાઓએ તો શિક્ષકોને પૂરે પૂરો પગાર નથી આપ્યો.

આ પણ વાંચો: જૂનાગઢ મનપાને પ્રોપર્ટી ટેક્સમાં અપાઈ રૂપિયા 2 કરોડની રાહત

સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં બે પ્રકારની સરકારની પોલીસી

હજી બાકીની રકમ શિક્ષકોને અને કર્મચારીઓને ચૂકવવાની બાકી છે. જ્યારે પણ આવશે ત્યારે અમે ચૂકવવાની બાહેંધરી આપી છે. વર્ષોથી જે કર્મચારીઓ શિક્ષકો અમારી સાથે કામ કરે છે તેને છુટા કરી શકાય નહીં. સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવે છે એમાં બે પ્રકારની સરકારની પોલીસી છે. ગ્રાંટમાં શાળાને બે પ્રકારના વિકલ્પ આપ્યા છે. ફીના વિકલ્પમાં સરકારે ફી નક્કી કરેલી છે. જે આવક થાય છે એમાંથી સ્કૂલના ખર્ચા મેન્ટેનન્સના ખર્ચ, લાઇટ બીલ, ટેલિફોન બીલ, પરીક્ષા સંપૂર્ણ એમાંથી જ કરવાનું હોય છે.

પ્રોપર્ટી ટેક્સમાં રાહત નહીં મળતા વડોદરાની 40 શાળાઓ ઓક્સિજન પર મુકાઈ

વડોદરામાં 30થી 40 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની હાલતમાં છે

એક વર્ગની બે વર્ગની ગ્રાન્ટ પ્રમાણે મહિનામાં 2,400 રૂપિયામાંથી બધો ખર્ચ કરવાનો હોય છે તે શક્ય નથી. જે તે સ્કૂલોને જે પણ ગ્રાન્ટ મળે છે. નિભાવ ગ્રાન્ટ એના કરતાં કોર્પોરેશનનો વેરો અમે વધારે ભરીએ છે. અમારી પાસે અસંખ્ય શાળાઓના એવા દાખલા છે કે, એને સરકારનો નિભાવ ગ્રાન્ટ મળે છે એના કરતાં ટેક્સ વધારે ભરાય છે. આવી શાળાઓની હાલત ખૂબ જ કફોડી છે. જેના માટે આ માંગણી કરી છે. વડોદરામાં 100થી 150 શાળા છે. ગ્રાન્ટેડ કે જેને ગ્રાન્ટ મળે છે. એના કરતાં વેરો વધારે ભરે છે. તો બાકીની રકમ નું કરવું શું? વિવિધ ખર્ચાઓ છે તે ક્યાંથી કાઢવા. આવી પરિસ્થિતિ જો લાંબી ચાલશે તો વડોદરામાં 30થી 40 ગ્રાન્ટેડ શાળાઓ બંધ થવાની હાલતમાં છે.

સરકાર બંધ કરવાની છૂટ આપે તો રાતોરાત બંધ કરી દે એવી હાલત શાળાઓની છે

શાળા સંચાલક મહામંડળના પ્રમુખ આર.સી.પટેલે જણાવ્યું હતુ કે, ગઈકાલે જ શાળાઓના લિસ્ટ આવ્યા છે પણ હું જાહેર કરી શકતો નથી મારી મજબૂરી છે પણ ઓછામાં ઓછી 30થી 40 ગ્રાન્ટેડ સ્કૂલો ઓક્સિજન પર ચાલી રહી છે. જે પોતાનો ખર્ચો કાઢી શકતી નથી. કાલે જો સરકાર બંધ કરવાની છૂટ આપે તો રાતોરાત બંધ કરી દે એવી હાલત શાળાઓની છે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.