- MGVCLના 40 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
- સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા
- ઈન્કમટેક્સ વિભાગના 25 કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા
વડોદરાઃ શહેરમાં દિવસેની દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 આરોગ્ય કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, જ્યારે MGVCLના 40 કર્મચારીઓ સંક્રમિત થયા છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં કોરોના સંક્રણમાં વધારો, છેલ્લા 24 કલાકમાં 1,961 કેસ નોંધાયા
વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાયો
વડોદરા શહેરમાં દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો નાોંધાઈ રહ્યો છે. વડોદરા મનપા દ્વારા બહાર પાડવામાં આવેલી મેડિકલ બુલેટિનમાં 163 જેટલા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. વડોદરા શહેરમાં અત્યાર સુધી 26,604 કોરોના પોઝિટિવ કેસની સંખ્યા અને 246 જેટલા દર્દીના મોત થયા છે. વડોદરા શહેરની સરકારી કચેરીઓમાં પણ કોરોનાના કેસો વધી રહ્યા છે, મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલ છે તેમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. સયાજી હોસ્પિટલના 12 ડોક્ટર્સ અને 40 નર્સિંગ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે.
આ પણ વાંચોઃ કોરોના વધતા સંક્રમણને લઇને તંત્ર એક્શનમાં
MGVCLની કચેરીમાં 40થી વધુ કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા
વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, જેમાં ઈન્કમટેક્સ વિભાગના 25 કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હતા, MGVCLના 40થી વધુ કર્મચારીઓ કોરોના પોઝિટિવ થયા છે. તંત્ર દ્વારા ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે, ધન્વન્તરી રથ પણ શરુ કરાવામાં આવ્યા છે અને ડોર ટુ ડોર સર્વે પણ કરવામાં આવી રહ્યો છે.