વડોદરા: મૂળ શહેરના કારેલીબાગ વી.આઈ.પી. રોડની એક સોસાયટીમાં રહેતી અને હાલ અમેરિકામાં અભ્યાસ અર્થે ગયેલી યુવતીને પોતાની સોસાયટીમાં રહેતા બ્રિજેશ પટેલ સાથે પ્રેમ થયો હતો. જેથી આ યુવતીએ બ્રિજેશ પટેલ સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યાં હતાં. જેથી બ્રિજેશ પટેલે કાવતરૂં રચી પોતાના મીત્રો સાથે મળી પોતાની પત્નીને ઘમકાવવી શરૂ કરી હતી. જેથી યુવતીએ હરણી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
યુવતીએ ફરિયાદ કરવા સમયે પોલીસને જણાવ્યું હતું કે, પતિ અવાર-નવાર અમેરિકા લઇ જવા માટે પત્નીને દબાણ કરતો હતો. આ ઉપરાંત ફોનમાં બિભત્સ ગાળો આપતો હતો અને યુવતીના માતા-પિતાને મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ સાથે જ આરોપી પતિ વોટ્સએપ ચેટિંગ વાયરલ કરવાની ઘમકી આપતો હતો. વધુમાં યુવતીએ જણાવ્યું કે, આરોપી પતિએ યુવતીના માતા-પિતા પાસેથી 20 લાખ રૂપિયાની ખંડણી પણ માગી હતી.
હરણી પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરી ટ્રેપ ગોઠવી હતી. જેમાં એરપોર્ટ ગેટ પાસેથી દશરથ દેસાઈ અને દુર્ગેશ પટેલ અને કાલતરૂં રચનારા પતિ બ્રિજેશની ધરપકડ કરી લીધી છે. ધરપકડ કર્યા બાદ પોલીસે ત્રણેય આરોપીના કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.