ETV Bharat / city

વડોદરાઃ ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધામાં 26.41 લાખ ઈન્વેસ્ટ અને લોબમણી લાલચ આપી વિશ્વાસઘાત કરનારાની ધરપકડ - વડોદરાના તાજા સમાચાર

વડોદરામાં ભેજાબાજ આરોપી આશુતોષ પારેખ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટનો ધંધો કરવાની વાયદો કરતો હતો. આ ઉપરાંત લોકોને લોબમણી ઓફરની લાલચમાં વિશ્વાસ અપાવી દુબઈમાં બાસમતી ચોખા નિકાસ કરવાના બહાને 26.41 લાખ રકમ પડાવી છેતરપીંડી કરી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

આરોપી
આરોપી
author img

By

Published : Jan 9, 2021, 10:28 PM IST

Updated : Jan 9, 2021, 10:54 PM IST

  • 26.41 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ બહાને છેતરપીંડી કરનારા આરોપીની ધરપકડ
  • દુબઈમાં બાસમતી ચોખા એક્સપોર્ટ કરવાના બહાને લોકો પાસે રૂપિયા પડાવ્યા
  • લોકોને નોકરી આપવાના બહાને પણ કરતો હતો છેતરપીંડી

વડોદરાઃ શહેરમાં ભેજાબાજ આરોપી આશુતોષ પારેખ ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટનો ધંધો કરવાની વાયદો કરતો હતો. આ ઉપરાંત લોકોને લોબમણી ઓફરની લાલચમાં વિશ્વાસ અપાવી દુબઈમાં બાસમતી ચોખા નિકાસ કરવાના બહાને 26.41 લાખ રકમ પડાવી છેતરપીંડી કરી હતી. જેની પોલીસે ધરપકડ કરી છે.

26.41 લાખનું કર્યું રોકાણ

વડોદરાના શહેરના કારેલીબાગ વીઆઇપી રોડ વિસ્તારમાં રહેતા સાગર બ્રહ્મભટ્ટ તેમના એક મિત્ર શિવમ પારેખ દ્વારા આશુતોષના કોન્ટેકમાં આવ્યા હતા. આશુતોષે બિઝનેસ ઓફર કરી સાગરને ખોટી જાળમાં ફસાવી કહેતો કે, તે ટૂંક સમયમાં ભારતમાંથી દુબઈ ખાતે મોટી સંખ્યામાં બાસમતી ચોખા એક્સપોર્ટ કરવાનો છે. જો સાગર પૈસા ઈન્વેસ્ટ કરશે તો દુબઈ ખાતાના ચોખામાં ભાગીદાર બનાવશે. જેથી સાગરે વિશ્વાસ કરી ભેજાબાજ આશુતોષને ચેક અને રોકડા મળી કુલ રૂપિયા 26.41 લાખ આપ્યા હતા.

સાગરે પોલિસમાં ફરિયાદ દાખલ કરી

સાગરને આશુતોષ અંગે જાણ થઈ ત્યારે તેમણે આશુતોષને પૈસા પાછા આપવાનું કહ્યું હતું, પરંતુ આશુતોષ ઉલટુ સાગર ઉપર ખોટો કેસ કરી તેને જેલમાં નાખી દેવાની ધમકી આપી હતી. જેથી સાગરે વારશિયા પોલીસ સ્ટેશને આશુતોષ વિરુદ્ધ છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધીવી હતી. જેથી પોલીસે આશુતોષની ધરપકડ કરી છે. ત્યારબાદ પોલીસની પુછપરછમાં આરોપી REJOICES BIBES નામની ઓનલાઇન ઇન્વેસ્ટમેન્ટ વેબસાઈટ બનાવી લોકોને નોકરી આપવાના બહાને છેતરપીંડી કરતો હોવાનું સામે આવ્યું છે.

Last Updated : Jan 9, 2021, 10:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.