વડોદરાઃ શહેરના નવાયાર્ડ ડી-કેબીન રેલવે કોલોનીમાં પરિવાર સાથે રહેતા અને રેલવેમાં સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવી રહેલા શશિકુમાર જયમાનની 18 વર્ષીય પુત્રી શ્રેયા વુહાન શહેરની હુબઇ યુનિવર્સિટીમાં બે વર્ષથી MBBSનો અભ્યાસ કરે છે. ચીનના વુહાન શહેર જ્યાંથી કોરોન વાયરસની શરૂઆત થઇ છે. આ જ શહેરમાં શ્રેયાની હુબઇ યુનિવર્સિટી આવેલી છે. કોરોના વાઇરસ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી ન સર્જાયએ કારણથી ચીનની સરકારે વુહાન શહેરના અંદર જવા અને બહાર નિકળવા પર હાલ પુરતો પ્રતિબંધ લાદી દેવાયો હતો. જેથી શ્રેયા સહિત 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓને ખાવા પીવાની કોઇ સુવિધા ન મળતા તેઓ ફસાયા છે.
18 વર્ષીય શ્રેયાના પિતા શશિકુમાર જયમાને દિકરી સહીત અન્ય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે PMO વિદેશપ્રધાન, ગૃહપ્રધાન, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને વડોદરાના સાંસદ રંજનબહેન ભટ્ટને કરેલી ટ્વિટમાં જણાવ્યું છે કે, મારી દિકરી શ્રેયા હુબઈ યુનિવર્સીટીમાં MBBSનો અભ્યાસ કરે છે. તેની આસપાસમાં 300 જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અને 100 ગુજરાતી વિદ્યાર્થીઓ પણ ફસાયેલા છે. શ્રેયાની સાથે 20 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયેલા છે, મહેરબાની કરીને તેઓને ભારત પાછા લાવવા માટે પગલા લો.
![Gujarati students trapped in China](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-vdr-rural-05-vadodara-ni-yuvti-chin-ma-fasai-pkg-gjc1004_27012020191538_2701f_1580132738_739.jpg)
આ બાબતે સાંસદ રંજનબેન ભટ્ટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચીનમાં વડોદરાના બે દીકરા અને બે દીકરીઓ છે. જેઓને આપણે પરત વડોદરા લાવવા છે. મેં તેમના માતાપિતા સાથે વાત કરી છે. તેમને મેં કીધું છે કે, મને પાસપોર્ટનો નંબર, વિદ્યાર્થીઓના ચીનના એડ્રેસ, તેની સાથે ત્યાંનો સંપર્ક હું કરી શકું એવો ફોન નંબર વગેરે ડિટેલ જોઈએ છે. તેમના વાલી સાથે હું સંપર્કમાં છું. તેમને ડિટેલ આપે એટલે ચોક્કસ વિદેશ મંત્રાલય પાસે મોકલીને વિદેશ મંત્રાલય સાથે સતત સંપર્કમાં રહીને આ વિદ્યાર્થી મિત્રોને આવવું છે, તો તાત્કાલિક ધોરણે પરત લાવી શકાય તેવા મારા પ્રયત્ન રહશે.