- તાપી નદીમાં યુવતીએ મોતની છલાંગ લગાવી
- યુવકની બાઇકમાંથી ઝેરની બોટલ મળી આવી
- બાઈક નંબરના આધારે ઓળખની કાર્યવાહી શરુ કરાઈ
સુરતઃ શહેરના મોટા વરાછા તાપી નદીના બ્રિજ પરથી આશરે 30 થી 35 વર્ષના યુવકે મોતની છલાંગ મારી છે. યુવક તાપી નદીના પાણીમાં ગરકાવ થઈ જતાં તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાઈ હતી. ફાયર વિભાગની ટીમ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તાપી નદીના બ્રિજ પર પાર્ક કરેલી યુવકની બાઇકમાંથી ઝેરની બોટલ પણ મળી આવી હતી. હાલ ફાયર વિભાગ દ્વારા યુવકને શોધવાની કામગીરી ચાલુ છે.
તાપી નદીમાં મોતની છલાંગ લગાવવાનું કારણ અકબંધ
પોલીસે બાઈકના નંબર નંબર આધારે યુવકની ઓળખાણ કરવા તપાસ હાથ ધરી છે. હાલ ફાયરની ટીમ દ્વારા તાપી નદીમાં છલાંગ લગાવનાર યુવકની શોધખોળ ચાલી રહી છે. પોલીસ યુવકની બાઈકના નંબરના માધ્યમથી યુવકની ઓળખની કામગીરી કરાઈ રહી છે. યુવકે કયા કારણોસર મોતની છલાંગ લગાવી હાલ તે અકબંધ છે.