સૂરત : સૂરત શહેરની ફાઈવ સ્ટાર રેન્કિંગ અંગે મનપા કમિશ્નર બંછાનિધિ પાણીએ ETV Bharat સાથે વિગતે વાતચીત કરી હતી. શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન અને કચરાના વર્ગીકરણની કામગીરી કરવામાં આવી રહી છે તે સમગ્ર દેશમાં વખણાઈ રહી છે સાથે જ કચરાનું પ્રોસેસિંગ ,ભીના કચરાનું પ્રોસેસિંગ, ગાર્ડન પ્રોસેસ અને બાકી રહેલા કચરાને લેન્ડફીલ સાઇટ ખાતે વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાની કામગીરીની બાબતોનેે ધ્યાનમા રાખીને સૂરતને ‘ફાઈવ સ્ટાર ગાર્બેજ ફ્રી સિટી’નો રેન્ક મળ્યો છે.
કોંગ્રેસના આરોપોનો જવાબ આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અનિલ ગોપલાનીએ જણાવ્યું હતું કે, આ શહેર માટે મોટી ઉપલબ્ધિ છે અને તેની ઉપર રાજકારણ કરવું ખોટું છે. શહેરના દરેક લોકોના સહયોગથી સૂરતને ગાર્બેજ ફ્રી સિટીનો ફાઈવ સ્ટાર મળ્યાં છે.
સૂરત મહાનગરપાલિકા દ્વારા કચરાના પ્રબંધન અને કાર્યક્ષમ પ્રણાલી માટે 3R (Reduce, Reuse And Recycle) નો સિદ્ધાાંત અપનાવવામાં આવ્યો છે. સૂરત મહાનગરપાલિકા દ્વારા ૧૦૦% ડોર ટુ ડોર કલેક્શન અને કચરાનું વર્ગીકરણ અમલી બનવવામાં આવ્યું છે. કચરામાં વિવિધ વસ્તુઓ અલગ પાડવામાં આવે છે જેમકે રબર ગ્લાસ કાર્ડ બોર્ડ કાગળ અને અન્ય રીસાઈકલ કચરામાં છૂટા પાડવામાં આવે છે. તો ધાર્મિક કચરામાંથી વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે છે. શાકભાજી માર્કેટથી મળેલાં કચરાને પ્રોસેસ કરવા માટે ઓર્ગેનિક વેસ્ટ કન્વર્ટરનું સ્થળ પર જ સ્થાપન કરી પ્રોસેસ કરવામાં આવે છે. જ્યારે બાયોમેડિકલ વેસ્ટને માટે અલગ સિસ્ટમ છે. સૂરત મહાનગરપાલિકા દ્વારા ભીના કચરામાં ઘટાડો થાય તે માટે ફૂડ બેંકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી જરૂરિયાતમંદ લોકોને તેનો લાભ મળી રહે.