ETV Bharat / city

દીવાલ વિનાનું શિક્ષણ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે અભ્યાસનો અનોખો માહોલ

બંધ દીવાલો નહીં ખુલ્લા આસમાનમાં અભ્યાસ કરવાનો લહાવો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આગામી સમયમાં મેળવશે. દીવાલ વિનાનું શિક્ષણ (VNSGU Experiment in Education)કેવું રહેશે તે જાણવા વાંચો અહેવાલ.

દીવાલ વિનાનું શિક્ષણ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે અભ્યાસનો અનોખો માહોલ
દીવાલ વિનાનું શિક્ષણ : વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને મળશે અભ્યાસનો અનોખો માહોલ
author img

By

Published : Apr 28, 2022, 4:34 PM IST

સુરત- વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં (Veer Narmad South Gujarat University) ટૂંકજ સમયમાં દીવાલ વિનાનું શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ શિક્ષણ પ્રયોગ (Vnsgu Experiment in Education)યુનિવર્સિટીના જર્નાલિઝમ ડિપાર્ટમેન્ટની પાછળ આવેલ 15 એકર જમીન ઉપર કરવામાં આવશે. જ્યાં વિદ્યાર્થીઓ જમીન ઉપર બેસીને શુદ્ધ ઓક્સિજન, પક્ષીઓના કલરવ સાથે અભ્યાસ કરશે.

બંધ દીવાલો નહીં ખુલ્લા આસમાનમાં અભ્યાસ કરવાનો લહાવો

તંદુરસ્તીનો ખ્યાલ- અભ્યાસ માટેના આ પ્રકારના વાતાવરણમાં વિદ્યાર્થીઓનું શરીર તંદુરસ્ત રહેશે. તેમજ આમાં વિદ્યાર્થીઓને વિટામિન-ડી પણ મળશે. આમાં વિદ્યાર્થીઓ જ્યાં અભ્યાસ કરશે તેમની આજુબાજુ ફુવારાઓ લગાવવામાં આવશે. અહીં વર્ગખંડની જેમ બ્લેક બોર્ડ જોવા મળશે નહીં. વિદ્યાર્થીઓને માટે માટલાનું પાણી અને સ્ટીલનો ગ્લાસ મુકવામાં આવશે.

આ પણ વાંચોઃ Vnsgu Job Placement 2022 : HRD ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને મળી રહી છે સારી જોબ ઓફર

નાના-નાના કાર્યક્રમ વૃક્ષ નીચે કરવાના હોય તો સૌને આમંત્રણ છે - આ બાબતે VNSGU કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ (VNSGU Chancellor Dr. Kishorsinh Chavda)કહ્યું કે રવીન્દ્રનાથ ટાગોરે જે શાંતિનો પ્રતીક સાથે તેઓ કહેતા હતાં વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં અભ્યાસ કરે. એજ શાંતિનિકેતનનો પ્રયોગ અમે લોકો નક્ષત્ર વન જે 15 એકર સુધીમાં ફેલાયું છે એની અંદર વિદ્યાર્થીઓને વૃક્ષના છાંયડામાં શિક્ષકો અભ્યાસ કરાવશે. વિદ્યાર્થીઓ પણ પોતાની પ્રવૃત્તિઓ કરશે. આ અમારો નવતર પ્રયોગ છે. આમાં નાના-નાના કાર્યક્રમ વૃક્ષ નીચે કરવાના હોય તો સૌને આમંત્રણ છે.

આ પણ વાંચોઃ Paper leak in VNSGU : VNSGUમાં TY BCOM Sem6નું પેપર થયું લીક, પેપર ફૂટતાં યુનિવર્સિટીએ લીધો મહત્વનો નિર્ણય

પાણી, વનસ્પતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ વૈશ્વિક વાતાવરણની અંદર અભ્યાસ કરશે -ડો.કિશોરસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે દીવાલ વિનાનું શિક્ષણ એટલે કે, આજકાલ કોરોના થયા પછી લોકો પોતાના ઘરોમાં AC પણ બંધ કરતા થયાં છે અને ખુલ્લી જગ્યાને પસંદ કરતા થયા છે. જેથી પાણી, વનસ્પતિના સાનિધ્યમાં વિદ્યાર્થીઓ પોતે વૈશ્વિક વાતાવરણની અંદર ભણતો હોય તેવો અહેસાસ કરવા માટે અને વર્ગખંડની બહાર વર્ગો શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.