- 10 ફેબ્રુઆરીના રોજ હિન્દૂ કાર્યકર્તા રીંકુ શર્માની થઈ હતી હત્યા
- કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો ભેગા થઈ વિરોધ નોંધાવ્યો
- હત્યા કરનારા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીની માગ
સુરતઃ દિલ્લી ખાતે 10 ફેબ્રુઆરીના રોજ હિન્દૂ કાર્યકર્તા રીંકુ શર્માની હત્યાં કરવામાં આવી હતી. આ ઘટના બાદ દેશભરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત ખાતે પણ રવિવારના રોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ભેગા થયા હતા અને રીંકુની હત્યા કરનારા અસામાજિક તત્વ સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. દેશભરમાં રામ જન્મભૂમિ માટે ભંડોળ એકત્રિત કરવાની કામગીરી ચાલુ છે, ત્યારે રીંકુ પણ રામ જન્મભૂમિ માટે ભંડોળ એકત્રિતની કામગીરી કરી રહ્યો હતો.
રીંકુના હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માગ
રીંકુના માતાએ આક્ષેપ કર્યા છે કે, રીંકુ જય શ્રી રામના નારા લગાવતો તો એટલે તેની હત્યા કરવામાં આવી છે. રીંકુ હત્યા મમાલે દેશભરમાં લોકોએ સોશિયલ મીડિયા પર અને રેલીઓ ઓજી આરોપીઓને કડક કાર્યવાહી થાય તેવી માંગ કરી છે. સુરત ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવી રાષ્ટ્રપતિને રીંકુના હત્યારાઓને ફાંસીની સજા થાય તેવી માગ કરી હતી.