ETV Bharat / city

Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત - વલસાડ રેલવે યાર્ડ

નવસારી દુષ્કર્મ કેસ (Vadodara Rape Case)ની પીડિતાની માતાએ ગ્રષ્માની હત્યા પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ 3 મહિનાથી વધુ સમય થયો હોવા છતા પોતાની દીકરીને ન્યાય ન મળ્યાનો ખેદ વ્યક્ત કર્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમો કાર્યરત હોવા છતાં આરોપીઓ કેમ પકડાતા નથી તેવો પ્રશ્ન પણ ઉઠાવ્યો હતો.

Vadodara Rape Case: નવસારી દુષ્કર્મ પીડિતાની માતાની હૈયાવરાળ, કહ્યું- સાડા 3 મહિના વિત્યા છતાં મારી દીકરી ન્યાયથી વંચિત

author img

By

Published : Feb 18, 2022, 10:50 PM IST

નવસારી: સુરતના પાસોદરા (Pasodara Murder Case)માં જાહેરમાં ગ્રિષ્માની હત્યા (Grishma vekariya murder case)નું સાંભળી વડોદરા દુષ્કર્મ અને કથિત આત્મહત્યા (Vadodara Rape Case) કરનારી નવસારીની પીડિત દિકરીની માતાએ (Mother of vadodara rape victim) દુઃખ વ્યક્ત કર્યુ હતું. સાથે જ તેમની દીકરીને સાડા 3 મહિના વિત્યા છતાં પણ ન્યાય ન મળ્યાની વ્યથા ઠાલવી હતી. તેમણે દીકરીઓ પર અત્યાચાર કરનાર નરાધમોને જાહેરમાં ફાંસીના માંચડે લટકાવવાની માંગ કરી છે.

દીકરીને સાડા 3 મહિના વિત્યા છતાં પણ ન્યાય ન મળ્યાની વ્યથા ઠાલવી.

દીકરીને ન્યાય અપાવવાનો ગૃહપ્રધાને વિશ્વાસ આપ્યો હતો

વડોદરાની OASIS સંસ્થા (oasis organization vadodara) સાથે જોડાયેલી નવસારીની દીકરીને ગત 28 ઓક્ટોબરના રોજ વડોદરામાં જ અપહરણ કરી, તેની સાથે 2 રિક્ષા ચાલકોએ દુષ્કર્મ (Women Safety In Vadodara) આચર્યા બાદ, ગત 4 નવેમ્બરની વહેલી સવારે પીડિતાનો વલસાડના રેલવે યાર્ડ (Valsad railway yard)માં ગુજરાત ક્વીનના કોચ D/12માં કથિત આત્મહત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. નવસારીની દીકરી સાથે ઘટેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યને હાલમાં જ બનેલી સુરતની ગ્રિષ્મા વેકરીયાની ઘટનાની જેમ જ હચમચાવી નાંખ્યુ હતુ, જેમાં રેલવે પોલીસ સાથે અમદાવાદ, વડોદરા ક્રાઈમ બ્રાંચ (Vadodara Crime Branch) સાથે SITની પણ રચના કરીને દીકરીને વહેલો ન્યાય અપાવવા રાજ્યના યુવા ગૃહપ્રધાને વિશ્વાસ આપ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad rape case: સગીરાને ફ્રેન્ડશીપ રાખવા દબાણ કરી દુષ્કર્મ આચરતા 3 નબીરા ઝડપાયા

સાડા 3 મહિના વીત્યા છતાં નથી મળ્યો ન્યાય

ગૃહપ્રધાને મૃતક દીકરીને પોતાની બહેન અને તેની માતાને પોતાની માતા સરખી જ ગણાવીને નરાધમોને વહેલા પકડી, સખ્ત સજા અપાવવાની ખાતરી આપી હતી. જો કે આજે સાડા 3 મહિનાઓ વીત્યા બાદ પણ નવસારીની દીકરીને ન્યાય મળ્યો નથી. ત્યારે પીડિતાની માતાએ કહ્યું હતું કે, વિભિન્ન પોલીસ ટીમો કાર્યરત હોવા છતાં કઈ તકલીફ છે કે હજી સુધી આરોપીઓ પકડી શકાતા નથી.

દર વખતે 'તપાસ ચાલું છે' તેવો જવાબ

ભારે હૈયે પોતાની વેદના ઠાલવતા મૃતક પીડિતાની માતાએ જણાવ્યુ કે, અત્યાર સુધીમાં 12થી વધુ વાર વડોદરા જઈને આરોપીઓ પકડવામાં કેટલી વાર એ જાણવાનો પ્રયાસ કર્યો છે, પણ દર વખતે તપાસ ચાલું છે સાંભળવા મળે છે. ગત 21 જાન્યુઆરીએ દીકરીના જન્મ દિવસે પણ વડોદરા ગઈ હતી, પણ ન્યાયની જગ્યાએ નિરાશા જ મળી હતી. મારી માંગણી છે કે, જ્યાં સુધી મારી દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી OASIS સંસ્થા બંધ રખાવો, જેથી અન્ય કોઈ દીકરીને હેરાનગતિ ન થાય.

આ પણ વાંચો: Vadodara Navlakhi gangrape case: વડોદરા દુષ્કર્મ કેસમાં આખરે પીડિતાને મળ્યો ન્યાય, આરોપીઓને આજીવન કેદ

ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત નથી?

તેમણે કહ્યું કે, દીકરી નાનેથી મોટી કરવાની અને જયારે એ દુનિયા સમજતી થાય, ત્યારે એની હત્યા કરી દેવામાં આવે, તો ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી ને? એવો પ્રશ્ન પીડિતાની માતાએ ઉઠાવ્યો છે. સાથે જ દીકરીઓ સાથે અત્યાચાર કરનારાને પકડીને જાહેરમાં ફાંસીના માચડે લટકાવવાની માંગણી પણ કરી છે. જેથી બીજો કોઈ દીકરી સામે ખોટી નજર બગાડે જ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.