- હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી
- રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા
- સુગરની ફેક્ટરીઓને પણ થઇ શકે છે નુકસાન
સુરત: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં(Rainfall forecast in gujarat) આવી હતી. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં અનેક વિસ્તારમાં ભારે તેમજ અતિભારે વરસાદ પડ્યો હતો(Non seasonable rainfall in Gujarat) જેના કારણે ખેડૂતોને પાકમાં ભારે નુકસાન થવાનો ભય રહેલો છે. શિયાળાની ઋતુમાં વરસાદ થવાના કારણે ઠંડીમાં પણ વધારો જોવા મળ્યો હતો. શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે મહત્તમ તાપમાન 31.1 સેલ્સિયસ ડીગ્રીથી ગગડીને સીધુ 20 ડીગ્રી ઉપર પહોંચી ગયું હતું.
સુરત જિલ્લાનાં 24 કલાકના વરસાદી આંકડા
શહેર | વરસાદના આંકડા |
બારડોલી | 53 MM |
કામરેજ | 57 MM |
મહુવા | 81 MM |
માંગરોલ | 40 MM |
માંડવી | 37 MM |
ઓલપાડ | 40 MM |
પલસાણા | 75 MM |
ઉમરપાડા | 154 MM |
ચોર્યાસી | 20 MM |
સુરત સિટી | 154 MM |
ખેડૂતોને વળતરના નામે ફ્કત જાહેરાતો જ મળે છે
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, માવઠાના કારણે સમગ્ર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. અત્યારે દક્ષિણ ગુજરાતમાં પરવર, પાપડી, ચણા અને ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે. પરંતુ માવઠાના કારણે અનેક આ તમામ પાકોમાં નુકસાન જોવા મળ્યું હતું અન તેનું વળતર પણ સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી. દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે માવઠાના કારણે લગભગ ૩ ઈંચ જેટલો વરસાદ પડી ચૂકયો છે અને અત્યારે પણ વરસાદ ચાલું છે. કમોસમી વરસાદના કારણે રવિ પાકનું વાવેતર શરુ થાય તે પહેલાજ ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.
સુગરની ફેક્ટરીઓને પણ થઇ શકે છે નુકસાન
દક્ષિણ ગુજરાતમાં 10 જેટલી સુગર ફેક્ટરીઓ આવેલી છે. આ પહેલા પણ માવઠાના કારણે બેથી ત્રણ દિવસ સુગર ફેક્ટરીઓ બંધ રહી હતી. જેના કારણે લગભગ દસ દિવસ સુગર ફેક્ટરી ચાલુ થવામાં તકલીફ ઊભી થઈ શકે તે સ્પષ્ટ દેખાઈ આવે છે. લગભગ સુરતના તમામ તાલુકાઓમાં 1 લાખ જેટલા શેરડીના ખેતરોમા કામ કરતા મજુરોની પરિસ્થિતિ ગંભીર છે. જેના કારણે ખેડૂતોને પણ મોટા પ્રમાણમાં તેની સીધી અસર થવાની છે.
આ પણ વાંચો : જામનગરમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
આ પણ વાંચો : આગામી 3 કલાકમાં અમદાવાદ અને સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી