ETV Bharat / city

સુરતના બે TRB જવાનોનું ITBP અને CISF માં પસંદગી કરાઇ - Shubham Goswami

સુરતના બે TRB જવાનો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેઓએ ટ્રાફિક સંચાલનની સાથે સાથે એટલી મહેનત કરી હતી. જેથી તેમની ITBP અને CISFની સેવા માટે પસંદગી કરવામાં આવી હતી.

સુરતના બે TRB જવાનોનું ITBP અને CISF માં પસંદગી કરાઇ

author img

By

Published : Jan 30, 2021, 6:53 PM IST

  • સુરતના 2 જવાનો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા
  • સુરતમાં ટ્રાફિક વિભાગના બે જવાનોની પસંદગી
  • ટ્રાફિક સુપર વાઇઝર મોહમ્મદ સર અને સર્કલ ઇન્ચાર્જનો સપોર્ટ

સુરતઃ દેશ માટે કંઇક કરવાનો જજબો સુરતના બે TRB જવાનોમાં એટલી હદે હતો. કે, તેઓએ ટ્રાફિક સંચાલનની સાથે સાથે એટલી મહેનત કરી કે તેઓ ITBP અને CISFની સેવા માટે તેમની પસંદગી કરવામાં આવી છે. સામાન્ય પરિવારમાંથી આવનારા બંને યુવાન આજે સુરતના યુવાનો માટે પ્રેરણા બન્યા છે.

સુરતના બે TRB જવાનોનું ITBP અને CISF માં પસંદગી કરાઇ

પોતાની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાનું પાલન

સુરતમાં ટ્રાફિક સંચાલન કરી રહેલા બે TRB જવાન દેશની સેવા કરવા માટે સિલેક્ટ થયા છે. તેઓ શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલેએ માટે કાર્ય કરતા હતા અને હવે દેશની સુરક્ષા માટે તન-મનથી સમર્પિત થઈ જશે સુરતમાં ટ્રાફિક વિભાગના બે જવાનોની પસંદગી ITBP અને CISFમાં કરવામાં આવી છે. મૂળ મહારાષ્ટ્રના સુભમ ગોસ્વામીનું ITBPમાં જ્યારે યુપીના છેલ તિવારીનું CISFની સેવામાં કર્યા છે. પોતાની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠાનું પાલન કરી સાથે સાથે સપનાને પુરા કરવાની અથાગ મહેનતના પરિણામે આજે ટીઆરબીના બંને જવાનો સફળતા મેળવી છે.

લાયબ્રેરી જઈ અભ્યાસ કરતો

શુભમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, વર્ષ 2016માં તે ટ્રાફિક બ્રિગેડમાં ભરતી થયો હતો અને વર્ષ 2018માં તેને SSCGDનું ફોર્મ ભર્યું હતું. મારું સપનું હતું. કે, હું દેશ સેવા માટે જોડાવ અને આ નોકરી કરવાની સાથે-સાથે મેં પરીક્ષા માટેની પણ તૈયારી કરી હતી. મારો ડ્યુટીનો સમય સવારે 7થી 3 વાગ્યા સુધીનો હતો. જેથી ડ્યુટી પુરી કરી હું રાતે લાયબ્રેરી જઈ અભ્યાસ કરતો હતો અને ત્યારબાદ દોડવાની પ્રેક્ટિસ કરતો હતો. અભ્યાસ માટે ટ્રાફિક સુપર વાઇઝર મોહમ્મદ સર અને સર્કલ ઇન્ચાર્જનો સપોર્ટ ખૂબ જ મળ્યો હતો. આજ કારણ છે કે મારો આઇટીબીપીમાં સિલેક્શન થયું હતું. જ્યારે છેલ તિવારીએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં TRBમાં સિલેક્ટ થયો હતો. સપનું પૂર્ણ કરવા માટે હું સવારે ચાર વાગે ઉઠીને રનિંગ કરવા જતો હતો અને ત્યારબાદ સવારે 7થી સાંજે 3 વાગ્યા સુધી ડ્યુટી કરતો હતો, ત્યાર પછી હું અભ્યાસ કરતો હતો.

યુવાનો પ્રેરણાસ્ત્રોત

ટીઆરબીના સુપરવાઇઝર મોહમ્મદ ટીનવાળાએ જણાવ્યું હતું. કે ટી આર બીમાં આવતા જવાનો માટે આ બંને યુવાનો પ્રેરણાસ્ત્રોત છે. ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ સેવા આપી રહેલા બન્ને યુવાનો માટે અમને ગર્વ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.