સુરત : 24 વર્ષીય શિવમ એન્ગીશ સુખવાલા સેક્ટર 53 ગુડગાંવ, હરિયાણા મૂળ રહેવાસીના અકારા કેપીટલ નામની કંપની ધરાવે છે. જે કંપની STASHFIN all Hole એપ્લીકેશન દ્વારા જરૂરિયાતમંદ લોકોને 1000 થી 5 લાખ સુધીની લોન આપવાનું કામ કરે છે. જેમાં જુલાઈ 2001 થી ઓક્ટોબર 2021 દરમિયાન આ કંપનીની “STASH FIN“ એપ્લીકેશન દ્વારા કુલ-1497 વ્યક્તિઓએ એજન્ટો મારફતે પર્સનલ લોન લેવા અરજીઓ કરેલી હતી. જે અરજીઓ કરનાર વ્યક્તિના ડોક્યુમેન્ટની તપાસણી PERFIOS નામની કંપનીએ કરેલી અને તપાસણીના અંતે આ કંપની PERFIOS તરફથી ફાઇનલ રિપોર્ટ મોકલવામાં આવતા હતા.
અમુક લોન ધારકોને ફોન કરી પૂછપરછ કરતા - આ કંપનીએ કુલ-580 વ્યક્તિને કુલ 1,23,00,000 લોન આપેલી હતી. ત્યારબાદ ઓક્ટોબર/2021 ના મહિના દરમિયાન આ કંપનીને જાણવા મળ્યું કે, તેઓ જે 500 લોકોને લોન આપેલી છે. તે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર મહિનામાં તે લોકો લોનના હપ્તા ભર્યા ન હોય. તેથી લોન ધારકોના (Fraud with Loan Holders) બેંક સ્ટેટમેનો ચેક કરતા જેમાં અમુક વિગતો સરખી મળી આવી હતી. જેથી કંપની તરફથી નવેમ્બર 2021 માં લોન આપેલી 580 લોન ધારકોના ડોક્યુમેન્ટ ચેક કરવા માટે એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી હતી.
આ પણ વાંચો : Fire in Surat Bank: સુરતના બેંક ઓફ બરોડાની મુખ્ય શાખામાં આગ લાગતા રૂમ બળીને ખાખ
બેંક સ્ટેટમેન્ટ એક સરખા - જે ટીમ દ્વારા 580 લોન ધારકોના ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવેલા હતા. જેમાં હકીકત જાણવા મળી હતી કે, લોન ધારકોના તેમની બેન્કો અલગ-અલગ હોવા છતાં તે તમામના બેંક સ્ટેટમેન્ટ એક બીજાને મળતા અને એક સરખા હતા. જેમાંથી અમુક લોન ધારકોને ફોન કરી પૂછપરછ કરી તેઓએ લોનની કાર્યવાહી એન્ટો દ્વારા કરાવી હતી. આમ કંપની સાથે ખોટા બેંક સ્ટેટમેન્ટ (Surat Bank Fraud Case) અપલોડ કરી છેતરપિંડી કરેલાની હકીકત ધ્યાને આવેલી હતી.
બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી ખોટી રીતે લોન અપાવી - પોલીસ તપાસ દરમિયાન સાન્વી એન્ટરપ્રાઈઝના માલિક શૈલેષ પિઠડીયા અને દિવ્યેશ પરમાર દ્વારા ખોટા બેંક સ્ટેટમેન્ટ અપલોડ કરી ખોટી રીતે લોન અપાવી 20 ટકા જેટલુ કમિશન મેળવતા હોવાના પુરાવાઓ મળી આવ્યા હતા. જે આધારે સાન્વી એન્ટરપ્રાઈઝના માલિક શૈલેષ પિઠડીયા અને એજન્ટ (Lending agent in Surat) દિવ્યેશ પરમારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની (Eco Cell Surat City Police) કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : Valsad Fraud Case : મહિલાઓને લોન આપવાની લાલચ આપી વધુ એક કંપની ફુલેકુ ફેરવી ગઈ
ગુન્હાની એમ.ઓ - આ કામના આરોપીઓ કસ્ટમરના ખોટા બેંક સ્ટેટમેન્ટ (Bank Statement Fraud) બનાવવા માટે લેપટોપમાં ગુગલ એપ, PDF, મોટા બેંક સ્ટેટમેન્ટની ફાઇલ બનાવી નાખતા હતા. જે કસ્ટમરને લોન લેવાની હોય તેનો એકાઉન્ટ નંબર, નામ, વગેરે ફાઇલ વોર્ટસઅપથી લોન લેનાર કસ્ટરમરના મોબાઇલમાં મોકલી આપવામાં આવતી હતી. ત્યારબાદ તે એડીટીંગ કરેલા બેંક સ્ટેટમેન્ટ લોન વાળી STASHFIN “ એપ્લીકેશનમાં (STASHFIN Application) અપલોડ કરી 1 કસ્ટમરોને ખોટી રીતે લોન અપાવી હતી. લોન આપનાર કંપની સાથે છેતરપિંડી કરેલી સામે આવ્યું હતું.જે સદર લોનધારકો પાસેથી મેળવેલી લોનની 20 ટકા રકમ આરોપીઓએ મેળવી હતી.