- ડીંડોલી પોલીસની સફળ કામગીરી
- આરોપીઓ ત્રણ વર્ષથી ફરાર હતા
- 2018માં આરોપીઓએ હત્યા કરી હતી
આ પણ વાંચોઃ ડીંડોલી પોલીસ મથકની હદમાં બુટલેગરની હત્યા
સુરતઃ 26મી ઓગસ્ટ, 2018ના રોજ સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલા કરાડવા ગામ નજીક શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવકનું માથું શ્વાન ખાતા હોવાની જાણકારી પોલીસને મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તપાસ દરમિયાન નજીકમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેનુ માથુ શરીરથી અલગ હતુ અને શ્વાન માથાનો ભાગ ખાઈ ગયા હતા. પોલીસે તપાસ કરતા મૃતકના શર્ટના ખીસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના કારણે તેની ઓળખ થઈ હતી. મૃતકની ઓળખ સુજય નરેશ પાસવાન થઈ હતી. આરોપીઓએ ઓળખ ન થાય એટલે મૃતદેહને ખેતરમાં ફેંકી દીધી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં પરપ્રાતિંય પતિ-પત્ની વચ્ચે ઝગડો, પતિએ કરી પત્નીની હત્યા
પોલીસે આરોપીઓની શોધમાં બિહાર ગઈ હતી
તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક સુજય પાસવાનનો ભાઈ સોનુ પાસવાન છે અને સોનુનું એક મહિલા સાથે અનૈતિક સંબંધ હતા અને તે મહિલાને સંતાન સાથે ભગાડી ગયો હતો. જેનો ખાર રાખીને મહિલાના પતી નન્નુ પાસવાન અને તેનો ભાઈ શિવપુંજન પાસવાને હત્યા કરી નાસી ગયા હતા. બન્ને મૂળ બિહારના હતા, જેથી પોલીસે બન્નેની શોધમાં બિહાર પણ ગઈ હતી. આખરે ત્રણ વર્ષ બાદ પોલીસને આરોપીઓ અંગે માહિતી મળી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આરોપી નવી દિલ્હી ખાતે હોવાની હકીકત બહાર આવી હતી. હત્યા કર્યા બાદ બન્ને દિલ્હી નાસી ગયા હતા અને મજૂરી કામ કરતા હતા.