- ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો
- હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી માર્કેટમાં ફેરવવામાં આવ્યો
- વીડિયો વાયરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી
સુરત: શહેરમાં માનવતાને શર્મશાર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં કાપડ માર્કેટ (viral video of surat Textile market)માં એક વેપારીને અર્ધનગ્ન કરી તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી આખી માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો બીજી તરફ આ વીડિયો ટીટી માર્કેટ પાસેનો હોવાની ચર્ચા છે. આ વીડિયો વાયરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને આ મામલે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: વાપીમાં સોનાની ચેઇન સ્નેચિંગ કરતા 2 આરોપી અને સોની વેપારી સહિત 3 શખ્સને ઝડપી 6 ગુનાનો ભેદ ઉકેલ્યો
ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો
સુરતને ટેક્સટાઈલ હબ(Textile hub) તરીકે પણ ઓળખવામાં આવે છે અને સલાબતપુરા વિસ્તારમાં મોટી સંખ્યામાં કાપડ માર્કેટો આવેલી છે. પોલીસ મથકમાં કાપડ વેપારીઓ સાથે રોજની લાખો કરોડોની ઠગાઈ થઇ હોવાની ફરિયાદ પણ નોંધાઈ રહી છે. પરંતુ આ બધા વચ્ચે માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ટેક્સટાઈલ માર્કેટમાં એક વેપારીને અર્ધનગ્ન કરવામાં આવ્યો હતો અને તેના હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી તેને માર્કેટમાં ફેરવવામાં આવ્યો હતો.
હાથમાં ચોર લખેલું બોર્ડ પકડાવી માર્કેટમાં ફેરવવામાં આવ્યો
મળતી માહિતી મુજબ, તમિલનાડુના વેપારીએ નાણા નહી ચૂકવી ઠગાઈ કરતા આવી રીતે તેને માર્કેટમાં ફેરવામાં આવ્યો હતો. જો કે, બીજી તરફ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ પણ હરકતમાં આવી છે અને આ વીડિયોને લઈને પોલીસે તપાસ શરુ કરી છે. મહત્વની વાત છે કે, ત્યાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા પરંતુ કોઈએ પણ આ કૃત્યને રોકવાનો પ્રયત્ન કર્યો નહોંતો. માત્ર તમાશો જ જોઈ રહ્યા હતા. બીજી તરફ આ વીડિયો વાયરલ થતાં કાપડ માર્કેટના વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો: સુરતઃ રાત્રી કર્ફ્યુમાં પોલીસે માસ્ક પહેરવાનું કહેતા કિન્નરોએ નગ્ન થઇને હોબાળો મચાવ્યો
પોલીસે પણ તપાસ શરુ કરી
વેપારીને અર્ધનગ્ન કરી માર્કેટમાં ફેરવામાં આવતા એક તરફ કાપડ વેપારીમાં ચકચાર મચી ગઈ છે. ખુદ કાપડ વેપારીઓ આ ઘટનાને વખોડી રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી છે. આ સમગ્ર મામલે સલાબતપુરા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી.કિકાણીએ જણાવ્યું હતું કે વિડીયો સામે આવતા જ ત્રણ કાપડના વેપારીઓ સામે ફરિયાદ દાખલ કરાઈ છે.. પીડીત તમિલનાડુ નો કાપડ વેપારી છે. ત્રણ લાખ રૂપિયા બાકી હોવાના કારણે આ વેપારીઓએ તમિલનાડુના વેપારી સાથે આ કૃત્ય કર્યું હતું સમગ્ર મામલે એક વેપારીની ધરપકડ કરાઈ છે.. પીડીત વેપારી તરફથી ફરિયાદ દાખલ કરાઇ નથી. પરંતુ વિડિયો સામે આવતા જે પોલીસ દ્વારા સામેથી ફરિયાદ દાખલ કરવામાં આવી છે