ETV Bharat / city

સુરતઃ કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગ માટે મોટી જાહેરાતની વેપારીઓને આશા - Diamond Industry

કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગ માટે મોટી જાહેરાત થાય અને વ્યાપાર સરળ થાય તેવી આશાઓ વેપારી સેવી રહ્યા છે. સુરતમાં 4 હજારથી વધુ નાના મોટા કારખાનાઓ છે. જેમાં 5 લાખથી વધુ લોકો કામ કરે છે. વિશ્વના 10 માંથી 9 હીરા કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે.

કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઉદ્યોગ માટે મોટી જાહેરાતની વેપારીઓને આશા

author img

By

Published : Jan 28, 2021, 8:17 PM IST

  • બજેટમાં ડાયમંડ ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત થાય તેવી વેપારીઓને આશા
  • હીરા ઉદ્યોગમાં મહિલઓને સ્પેશિયલ દરજ્જો આપી ખાસ વ્યવસ્થા કરવામાં આવે
  • જવેલરી ક્ષેત્રે જે 7 ટકા ડ્યૂટી છે, તે ઘટાડવામાં આવે

સુરતઃ ટેક્સસેશન સિસ્ટમમાં પરિઝમટિવ ટેક્સ દાખલ કરવા, વેલ્યુએડિશન માટે લુઝ ડાયમંડના વેપારીઓ જ્વેલરી બનાવે તેવા પ્રોત્સાહન માટે સરકાર વિશેષ યોજના લાવે, હીરા ઉદ્યોગ માટેના આધુનિક મશીનરી માટે સબસીડી આપવામાં આવે, રત્ન કલાકારો માટે સરકાર દ્વારા આવાસ આપવામાં આવે, જોબવર્ક ઘટાડવા, એક્સપોર્ટ વધારવા સહિતની અપેક્ષા બજેટને લઈને વેપારી કરી રહ્યા છે. સાથે કોરોના કાળમાં જે સ્થિતિ ઉદ્યોગની થઇ છે. તેને ધ્યાનમાં રાખી બજેટમાં ખાસ પેકેજની જાહેરાત થાય તેવી આશા પણ વેપારીઓ દ્વારા રાખવામાં આવી છે.

ડાયમંડ
ડાયમંડ

કોરોના કાળમાં રત્નકલાકારોની સ્થિતિ દયનીય

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. જેને લઈ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા સરકારને કેટલીક માંગો મોકલવામાં આવી છે. આ અંગે એસોસિએશનના પ્રમુખ અને ડાયમંડના વેપારી સવજી ભરોળિયાએ જણાવ્યું હતું કે, ગ્રામીણ વિસ્તારમાં સરકારે હીરા ઉધોગ સ્થાપવા જોઈએ. જેથી રોજગારી મળી શકે અને યુવાનો પોતાના વતનમાં રહીને ઉધોગને વધુ વેગ આપી શકે. કોરોના કાળમાં રત્નકલાકારોની સ્થિતિ દયનીય બની છે. જેથી સરકાર બજેટમાં સ્પેશિયલ પેકેજની જાહેરાત કરે. જે પણ સાધનો કે મશીનરી ઉદ્યોગમાં વાપરવામાં આવે છે, તેમાં સબસીડી મળે.

બેન્કિંગ ધિરાણમાં છૂટછાટ આપવામાં આવે

હીરાના વેપારી અને સુરત ડાયમંડ એસોસિએશનના સેક્રેટરી દામજી માવાણીએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને બેન્કિંગ ધિરાણમાં છૂટછાટ આપવામાં આવે એવી આશા અમે બજેટથી રાખી છે. બેંકિંગ ક્ષેત્રમાં ધિરાણને લઈ હીરાઉદ્યોગ નેગેટિવમાં છે. જેને પોઝિટિવ કરવા સરકાર વિચારે. આ ઉદ્યોગમાં જે સાધનો અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, સરકાર તેની ઉપર સબસિડી આપે અને સાથે સાથે જી એસ ટી ને સરળતા કરવામાં આવે હીરા ઉદ્યોગના જીએસટી રિફંડ જે બાકી છે, તે રિલીઝ કરવામાં આવે. હીરા ઉદ્યોગમાં મહિલાઓ આગળ આવી રહી છે. તેમને સ્પેશિયલ દરજ્જો આપી ખાસ વ્યવસ્થા કરવામાં આવે.

ગોલ્ડ ડ્યુટી ઘટાડે તો ઉદ્યોગને લાભ થઈ શકે

હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી ચંદ્રકાંત તેજાણીએ જણાવ્યું હતું કે, બજેટ જાહેર થશે ત્યારે સરકાર પાસે અમારી એક જ માંગ છે કે, જવેલરી ક્ષેત્રે જે 7 ટકા ડ્યૂટી છે, તે ઘટાડવા માં આવે. વેલ્યુ એડીશન કરવા માટે જે જ્વેલરીનું ક્ષેત્ર છે. તેમાં અન્ય દેશ કરતા અમે વધારે આગળ વધી શકીએ તેમ છીએ. દાખલા તરીકે સિંગાપુર અને હોંગકોંગ જ્વેલરી ક્ષેત્રે આપણા કરતાં વધારે આગળ છે. જો વેલ્યુ એડીશનમાં ડ્યુટી ઘટાડે તો આપણે આગળ આવી શકીએ છીએ. ખાસ કરીને ગોલ્ડ ડ્યુટી ઘટાડે તો ઉદ્યોગને લાભ થઈ શકે છે.

વેપારીઓએ શું કરી છે માગ

  • પ્રીજ્યુમટરી ટેક્સની છેલ્લા 5 વર્ષથી માંગણી કરવામાં આવે છે તે પૂર્ણ કરવી
  • વિદેશની કંપની ભારતમાં જોબ વર્ક કરવા માંગે તેના માટે અલગ કાયદો બનાવો જોઈએ જેનાથી ઉધોગને નવી દિશા મળે
  • વિદેશથી આવતા માલ માટે ટન ઓવર ટેક્સ હોવો જોઈએ, જેથી હીરા ઉધોગને વેગ મળે, ગોલ્ડ પર જે 10 ટકા ડ્યુટી છે તે ઘટાડી 6 ટકા કરવી જોઈએ
  • નાના કારખાના માટે બેન્કિંગ અને ફાઇનાન્સ માટે સરળ પોલિસી બનાવવી જોઈએ
  • સુરતને ઇન્ટરનેશનલ એરપોર્ટ આપવું જોઈએ, જેથી વિદેશમાં વેપાર સરળતાથી થઇ શકે
  • RND એક પણ લેબ નથી તો તે આપવી જોઈએ જેથી હીરા ઉધોગમાં નવા સંશોધન થઇ શકે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.