સુરત: ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરતમાં ધરપકડ કરવામાં આવી છે. ગત રાત્રિએ કીર્તિના સાગરીત હનુ ભરવાડે એક યુવક પર હુમલો કર્યો હતો અને તે સમયે કીર્તિ તેની સાથે હાજર હતી. જેથી પુણા પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે અને તેનો સાથી ફરાર છે.
થોડા દિવસ અગાઉ કીર્તિ દ્વારા ટિકટોક પર એક ગ્રુપને ટાર્ગેટ કરીને વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં કીર્તિ પટેલે કોઈનું પણ નામ લીધા વગર ખુલ્લી ધમકી આપી હતી.
કીર્તિ પટેલ સતત વિવાદોમાં રહેવા ટેવાયેલી છે. ટિકટોક પર તેના વીડિયો વિવાદિત હોય છે. થોડા સમય અગાઉ પ્રતિબંધિત પક્ષી ઘુવડ સાથેનો તેનો ટિકટોકો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો જ્યારે વનવિભાગ પાસે પહોંચ્યો ત્યારે વનવિભાગે કીર્તિ પટેલ પાસેથી 25 હજારનો દંડ પણ વસુલ કર્યો હતો. જો કે, આ સમગ્ર વિવાદ બાદ હાલમાં થયેલી કીર્તિની ધરપકડ અંગે તેના વકીલ દર્શન વેગડાનું કહેવું છે કે, કીર્તિને સતત ધમકીઓ મળી રહી હતી. કેટલાક લોકો તેને મારી નાખવાની ધમકી આપી રહ્યા હતા.