ETV Bharat / city

સુરતના ત્રણ નિરાધાર બાળકોને મહારાષ્ટ્ર અને રાજસ્થાનના દંપતીએ દત્તક લીધા - સુરત ન્યુઝ

સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી ભારત સરકાર દ્વારા નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય દત્તક મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરની સ્પેશિયલાઈઝડ એડોપ્શન એજન્સી કતારગામ દ્વારા એક બાળક અને એક બાળકીને મહારાષ્ટ્ર અને એક બાળકને રાજસ્થાન ખાતે દત્તક આપવામાં આવ્યા છે.

સુરતના ત્રણ નિરાધાર બાળકોને મળ્યા માતા-પિતા

author img

By

Published : Nov 25, 2020, 12:41 PM IST

  • ભારત સરકાર દ્વારા નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય દત્તક મહિના તરીકે ઉજવણી
  • સુરતના ત્રણ નિરાધાર બાળકોને મળ્યો પરિવાર
  • 2 બાળક મહારાષ્ટ્ર અને 1 બાળક રાજસ્થાનના પરિવારને સોંપાયો

સુરત: સેન્ટ્રલ એડોપ્શન રીસોર્સ ઓથોરિટી ભારત સરકાર દ્વારા નવેમ્બર માસને આંતરરાષ્ટ્રીય દત્તક મહિના તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરની સ્પેશિયલાઈઝડ એડોપ્શન એજન્સી કતારગામ દ્વારા એક બાળક અને એક બાળકીને મહારાષ્ટ્ર અને એક બાળકને રાજસ્થાન ખાતે દત્તક આપવામાં આવ્યા છે.

સુરતના ત્રણ નિરાધાર બાળકોને મળ્યો પરિવાર

'રામ રાખે તેને કોણ ચાખે' આવા અનેક કિસ્સાઓ લોકોની સમક્ષ આવતા રહે છે, ત્યારે આંતરરાષ્ટ્રીય દત્તક મહિનાનામાં સુરતના ત્રણ નિરાધાર બાળકોને પરિવાર મળ્યો છે. એક્શન કમિટીના હસ્તે આ ત્રણ બાળકોને તેમના નવા માતા-પિતાને દત્તક આપવામાં આવ્યા છે. તેમાંથી એક બાળકી માત્ર આઠ મહિનાની છે, તેમજ અન્ય બે બાળકો ત્રણ વર્ષના છે. વર્ષ 2017-18માં આ દંપતીઓ દ્વારા એપ્લિકેશન કરવામાં આવી હતી. હાલ તેઓનું નામ હોલ્ડ પર હતું. જેને 24 નવેમ્બરના રોજ ત્રણેય દંપતી પોતાના બાળકને લેવા માટે સુરત આવ્યા હતા. જ્યેન્દ્રભાઈ ઠાકોરના જણાવ્યા અનુસાર, ત્રણેય બાળકોને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, પ્રોટેક્શન અધિકારી અને પ્રોજેક્ટ મેનેજર સ્પેશિયલાઈઝડ એડોપશન એજન્સીની હાજરીમાં દત્તક આપવામાં આવ્યા છે. ત્રણેય પરિવારનું બેકગ્રાઉન્ડ તપાસ કર્યા બાદ જ આપવામાં આવ્યા છે.

બાળકીને મહારાષ્ટ્રના એક પરિવારને સોંપવામાં આવી

હાલ આઠ મહિનાની બાળકી જ્યારે એજન્સીમાં આવી હતી. ત્યારે તે માત્ર ચાર થી પાંચ દિવસની હતી અને પરિવાર દ્વારા તરછોડાયેલી હાલતમાં હતી. જોકે હવે બાળકીેને તેના માતા-પિતા મળ્યા છે. બાળકીને મહારાષ્ટ્રના એક પરિવારને સોંપવામાં આવી છે. જે પરિવાર આર્થિક રીતે સદ્ધર છે. તેમજ તેઓને પોતાનું એક પણ બાળક નથી. બાળકીને દત્તક લેનારા દંપતીમાંથી માતા એડવોકેટ અને પિતા ખાનગી નોકરી કરે છે.

પરિવાર આર્થિક રીતે મજબૂત

ત્રણ વર્ષનો બાળક જેને જાહેર સ્થળે માતા-પિતા કે પરિવાર દ્વારા તરછોડવામાં આવ્યો હતો. તેને મહારાષ્ટ્રના એક દંપતીએ દત્તક લીધો છે. તેઓને પણ પોતાનું એક પણ સંતાન નથી. બાળકના પિતા સેલ્સ ટેક્સનો બિઝનેસ કરે છે. તેમજ માતા હાઉસવાઈફ છે, તેઓનો પરિવાર આર્થિક રીતે મજબૂત છે.

રાજસ્થાનના એક દંપતીએ દત્તક લીધો

અપરણિત મહિલાને ત્રણ વર્ષનો અન્ય એક બાળક આવતા તેને એજન્સીમાં લાવવામાં આવ્યો હતો. જોકે આજે આ નિરાધાર બાળકને રાજસ્થાનના એક દંપતીએ દત્તક લીધો છે. બાળકના નવા પરિવારમાં માતા સરકારી સ્કૂલના ટીચર છે. જ્યારે પિતા ખાનગી નોકરી કરે છે. રાજસ્થાનનો આ પરિવાર પણ આર્થિક રીતે સદ્ધર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.