ETV Bharat / city

કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી

સુરત શહેરમાં રહેતા અને સ્કૂલવાન ચલાવનાર ભગવતીભાઈ અને તેમની પત્ની એક સાથે કોરોના પોઝિટિવ થયા હતા. પત્નીની સ્થિતિ લથડતા તેમને ICUમાં દાખલ કરાયા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ બાદ ખબર પડી કે ભગવતીભાઈને કોરોનાની સારવાર દરમિયાન મ્યુકોરમાઇકોસીસ રોગ હોવાનું બહાર આવ્યું હતું. એટલું જ નહીં સારવાર દરમિયાન ભગવતીભાઈની એક આંખ કાઢવાની નોબત પડી હતી.

કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી
કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી
author img

By

Published : May 25, 2021, 5:10 PM IST

  • રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસનો કહેર
  • પતિ-પત્ની કોરોનાગ્રસ્ત થયા હતા
  • સારવાર દરમિયાન પત્નીનું મોત થયું હતુ
  • મ્યુકોરમાઇકોસિસ રોગના કારણે એક આંખ કાઢવી પડી

સુરતઃ શહેરમાં રહેતા એક મહિના પહેલા ભગવતીભાઈ અને તેમની પત્ની કોરોનાની ચપેટમાં આવી ગયા હતા. બન્નેના ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યા હતા પરંતુ ભગવતી પટેલની પત્નીનું ઓક્સિજન એટલી હદે ઘટી ગયું હતું. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાને પરિવારના સભ્યોએ ભગવતીભાઈથી છૂપાવીને રાખ્યું હતું કારણ કે તેઓ પણ કોરોના પોઝિટિવ હતા. ભગવતીભાઇના પત્નીનું અવસાન થયાના ત્રણ દિવસ બાદ તેમને ખબર પડી કે પોતે મ્યુકોરમાઇકોસીસ જેવો જીવલેણ રોગથી પીડાઇ રહ્યાં છે.

કોરોનાથી પત્નીના મોતના ત્રણ દિવસ બાદ પતિને મ્યુકોરમાઇકોસિસ રોગની જાણ થઇ, એક આંખ કાઢવી પડી

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસિસનો કહેર - 247 દર્દીઓ સારવાર હેઠળ, 17 દર્દીઓના મોત

પુત્ર ભાર્ગવ પોતાના પિતાનો જીવ બચાવવા માંગતા હતા

આ અંગે તેમના પુત્ર ભાર્ગવ પટેલે જણાવ્યું હતું કે, ઘરમાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી, તેઓ માતા-પિતાના એકમાત્ર પુત્ર છે. માતાની મૃત્યુ બાદ તેઓ કોઈપણ સંજોગે પિતાને સાજા કરવા માંગતા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં તેમણએ લાખો રૂપિયા ખર્ચ કરી પોતાના પિતાના જીવ બચાવવા માંગતા હતા. આ રોગના કારણે પિતાની એક આંખ કાઢવી પડી છે. સર્જરી કરતી વખતે ડોક્ટરે જણાવ્યું હતું કે, સર્જરી દરમિયાન પિતાનું મોત પણ નિપજી શકે છે.

આ પણ વાંચોઃ મ્યુકોરમાઇકોસિસના દર્દીઓની દયનીય હાલત, દાંત સાથે આખું જડબું પણ કાઢવું પડી શકે છે

ભાર્ગવભાઇ ડાયમંડ વર્કર છે

ભાર્ગવ ડાયમંડ વર્કર છે, તેમની હાલની પરિસ્થિતિ પણ સારી નથી. તેમ છતાં પિતાને બચાવવા માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. માતાને ગુમાવવાની સ્થિતિ વચ્ચે જ્યારે ખબર પડી કે પિતા મ્યુકોરમાઇકોસિસના રોગથી પીડાઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં પિતાને બચાવવા માટે તેને તમામ પ્રયાસો કર્યા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.