- જમ્મુ કાશ્મીરમાં CRPF માં ફરજ બજાવતા વાંકલના યુવાને બે આતંકીને કર્યા ઠાર
- જવાનની કામગીરીને લઈ દિલ્હી ખાતે કરાયા સન્માનિત
- જવાન વતન આવતા ગામલોકોએ કર્યું સ્વાગત
સુરત: વાંકલ ગામના CRPF ના જવાને જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લામાં ભારતીય સેના અને આતંકવાદીઓ સાથેની અથડામણમાં જૈસે એ મહોંમદ આતંકી સંગઠનના બે આતંકીને ઠાર કર્યા હતા. જે પોતાના વતન શોર્ય પદક લઈને આવતા ગામલોકોએ જવાનનું સ્વાગત કર્યું હતું.
જવાને જૈસે એ મોહંમદ સંગઠનના બે જેટલા આતંકીને ઠાર કર્યા
માંગરોળ તાલુકાના વાંકલ ગામના બકુલકુમાર દલપતભાઈ ગામીત કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સમાં (CRPF) માં છેલ્લાં આઠ વર્ષથી સેવા આપે છે. તેઓ 2019ની 26મી જુલાઈએ જમ્મુ કાશ્મીરના સોફિયાન જિલ્લામાં આતંકી છુપાયા છે તેની ચોક્કસ માહિતીના આધારે ઓપરેશન પાર પાડ્યું હતું. જેમાં વાંકલના યુવક બકુલ કુમારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ જૈસે એ મોહંમદ સંગઠનના બે જેટલા આતંકીને ઠાર કરી દીધા હતા. તેઓની આ કામગીરીને લઈને બે દિવસ પહેલા દિલ્હી ખાતે વીરતા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બકુલ ગામિતને ઊચ્ચ અધિકારીઓ હસ્તે સન્માનિત કર્યા હતા. જેની જાણ ગામલોકોને થતા તેમની છાતી ગજગજ ફુલવા લાગી હતી. ફોજી જવાન દિલ્હીથી વતન આવતા વાંકલ ખાતે ગામલોકોએ તેઓનું સન્માન કર્યું હતું.