- સુરત ચેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી
- ઓક્સિજન બોટલની ખરીદીમાં પડતી મુશ્કેલી વિશે PMને જાણ કરી
- મુખ્યપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખી ચેમ્બરે ઓક્સિજન બેન્ક શરૂ કરી છે
સુરત: ધ સાઉથર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ મુખ્યપ્રધાનની અપીલને ધ્યાનમાં રાખી ઓકિસજન બેન્ક શરૂ કરી છે. ચેમ્બર દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ સેવાકીય કાર્યો અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે. આ સાથે જ ચેમ્બર દ્વારા ઉપરોક્ત ઓક્સિજન બેન્કની ક્ષમતા 500 બોટલ સુધી લઈ જવાની તૈયારી રાખવામાં આવી છે, પરંતુ દેશમાં ઓકિસજન બોટલની અછત હોવાથી બોટલની ખરીદીમાં મુશ્કેલી પડી રહી છે, જેને નિવારવા માટે ચેમ્બરે વડાપ્રધાનને રજૂઆત કરી છે.
આ પણ વાંચોઃ સપ્લાય કરતી કંપનીએ 50 ટકા કાપ મૂક્તા મિશન હોસ્પિટલમાં ઓક્સિજનની અછત સર્જાઈ
દેશમાં લિક્વિડ ઓક્સિજનની ક્ષમતા ધરાવતા સિલિન્ડરના ઉત્પાદક માત્ર 3થી 4 જ છે
દેશમાં જમ્બો ઓકિસજન સિલિન્ડર (46.7 લિટર) લિક્વિડ ઓકિસજનની ક્ષમતા ધરાવતા સિલિન્ડરના ઉત્પાદક માત્ર ત્રણ કે ચાર જ છે. તેમાં પણ મોટા ભાગના નિકાસકાર હોવાથી સંપૂર્ણ પેમેન્ટ એડવાન્સમાં આપવાની તૈયારી હોવા છતાં પણ ઓકિસજન સિલિન્ડર ઉત્પાદકો દ્વારા ઓકિસજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવતા નથી.
આ પણ વાંચોઃ ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું
ચેમ્બર અને અન્ય સંસ્થાઓએને ઓક્સિજનની બોટલ ખરીદવામાં મુશ્કેલી પડી રહી છે
હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સંપૂર્ણ ઓક્સિજન સપ્લાય ચેન ઉપર નિયંત્રણ રાખવામાં આવી રહ્યું છે ત્યારે આવા સંજોગોમાં ચેમ્બર અથવા કોઈ અન્ય સંસ્થા દ્વારા જ્યારે ઓકિસજનના સિલિન્ડર ખરીદવા માટે એડવાન્સમાં પેમેન્ટ આપવાની તૈયારી દર્શાવવામાં આવી રહી છે. ત્યારે ઓક્સિજન સિલિન્ડરના ઉત્પાદકો દ્વારા ઓક્સિજન સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવે, જેથી કોરોના સામે લડી રહેલા દર્દીઓનો જીવ બચાવી શકાય. આથી ચેમ્બર તથા અન્ય સંસ્થાઓને ઓક્સિજન બોટલની ખરીદીમાં પડી રહેલી મુશ્કેલીને નિવારવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય હસ્તક્ષેપ કરે તેવી વડાપ્રધાન સમક્ષ ચેમ્બર દ્વારા વિનંતી કરવામાં આવી છે.