ETV Bharat / city

નવી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીશ્યને કોરોનાને 13 દિવસમાં માત આપી પુન: ફરજ પર હાજર થયા - કોરોના વોરિયર

કોરોનાગ્રસ્તોની સારવાર કરતાં સુરત સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના અનેક ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ કોરોનાગ્રસ્ત થયા હતા. આ કોરોના વોરિયર્સ સ્વસ્થ થઈને પોતાની ફરજ પર પાછા ફર્યા હતા. સુરત સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના 25 વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો. દેવવ્રત ભીડે કોરોનાગ્રસ્ત થયા હતા. 13 દિવસની સારવાર બાદ કોરોનાને હરાવી તેઓ પુન: ફરજ પર હાજર થયા છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી તેમને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી અને આઇસોલેશનમાં રહી જરૂરી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થયા છે.

નવી સિવિલના પીડિયાટ્રીશ્યન કોરોનાને 13 દિવસમાં માત આપી પુન: ફરજ પર હાજર થયા

author img

By

Published : Apr 22, 2021, 4:14 PM IST

  • 25 વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો. દેવવ્રત ભીડે કોરોનાગ્રસ્ત થયા હતા
  • 8 એપ્રિલે કોરોનાના સિમટમ્સ જણાતા RT-PCR રીપોર્ટ કરાવ્યો હતો
  • કોરોનાને માત આપી ફરી ફરજ પર જોડાયા

સુરતઃ મૂળ મહારાષ્ટ્રના પૂણેના વતની ડો.દેવવ્રત ભીડે સુરત સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રીશ્યન તરીકે ફરજ બજાવે છે. સુરત સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના 25 વર્ષીય યુવા પીડિયાટ્રીશ્યન ડો. દેવવ્રત ભીડે કોરોનાગ્રસ્ત થયા હતા. 13 દિવસની સારવાર બાદ કોરોનાને માત આપી તેઓ પુન: ફરજ પર હાજર થયા છે. વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાથી તેમને સઘન સારવાર લેવાની જરૂર પડી ન હતી અને આઇસોલેશનમાં રહી જરૂરી સારવાર મેળવ્યા બાદ સ્વસ્થ થયા છે.

8 એપ્રિલે તેમને શરદી, ઉધરસ અને નબળાઈના લક્ષણો જણાતા RT-PCR કરાવ્યોઃ ડો.ભીડે

ડો. ભીડેએ જણાવ્યું હતુ કે, સુરતમાં કોરોનાના સેકન્ડ ફેઝનું સંક્રમણ તીવ્ર ગતિથી વધ્યું ત્યારથી સ્ટેમ સેલ બિલ્ડીંગ અને કિડની હોસ્પિટલની કોવિડ OPDમાં ફરજ પર નિયુક્ત હતા. આ દરમિયાન તા. 8 એપ્રિલે તેમને શરદી, ઉધરસ અને નબળાઈના લક્ષણો જણાતા RT-PCR કરાવ્યો હતો. જે પોઝિટિવ આવતા સિવિલ આરોગ્ય તંત્ર દ્વારા સ્ટાફ માટે નિયત કરાયેલા ક્વોરેન્ટાઇન સેન્ટરમાં આઇસોલેટ થઈને તેમણે સારવાર મેળવી હતી.

આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલમાં ફરજ બજાવતી નર્સની માતાના નિધનના 4 દિવસમાં જ ફરજ પર પરત ફરી

13 દિવસ ક્વોરેન્ટાઇનમાં રહી સારવાર મેળવી કોરોના સામે જીત મેળવી

તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સારવારમાં એલોપેથીક દવાઓની સાથે આયુર્વેદિક ઔષધીય પદાર્થો, ઉકાળા, સ્ટીમ્યુલેશન, ગરમ પાણીનું સેવન કરવાથી સ્વાસ્થ્યમાં સુધારો થયો હતો. 13 દિવસ ક્વોરન્ટાઇનમાં રહીને સારવાર મેળવી હતી. તેઓ સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ આજે 22 એપ્રિલને ગુરૂવારથી ફરી ફરજ પર પરત ફર્યા હતા.

આ પણ વાંચોઃ કોરોના પોઝિટિવ નર્સે સ્વસ્થ થઇ ફરી લોકોની સેવા કરવાની ઈચ્છા વ્યકત કરી

પોતાની જાતને મોટીવેટ કરી ભયને દૂર ભગાડો

તેમણે લોકોને જાગૃતિનો સંદેશ આપતાં જણાવ્યું હતુ કે, માસ્ક અને વેક્સિન એ કોરોના સામેની લડાઈનું અસરકારક શસ્ત્ર છે. ખુલ્લામાં ક્યારેય પણ માસ્ક વિના ન નીકળો. અવારનવાર હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની ટેવને જીવનનો ભાગ બનાવો. ડર એક એવી ચીજ છે જે સ્વસ્થ વ્યક્તિને પણ બીમાર કરી દે છે. એટલે પોતાની જાતને મોટીવેટ કરી, ભયને દૂર ભગાડો તેવું તેમણે જણાવ્યું હતું. આમ પ્રેરણાસ્ત્રોત બનેલા યુવા પીડિયાટ્રીશ્યન કોરોના સામેની લડાઈ જીતી સ્વસ્થ થયા બાદ ફરી એક વાર તેઓ ફરજ પર પરત ફર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.