- વાવાઝોડાની અસર સુરત શહેરમાં
- અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી
- ગરનાળા પાસે પાણી ભરાયા
- ટેસ્ટિંગ સેન્ટરનો મંડપ પણ ધરાશાયી
સુરત: વાવાઝોડાએ સુરત શહેરમાં પણ તારાજી સર્જી છે. સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. સુરતના અનેક વિસ્તારોમાં ઝાડ, વિજપોલ પડવાની ઘટનાઓ સામે આવી હતી.આ દરમિયાન ભારે વરસાદના કારણે સુરતના અમરોલી ગરનાળા પાસે પાણી ભરાઈ ગયા હતા.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાની અસરના કારણે ગાંધીનગરમાં અત્યાર સુધીનો 12 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો
ગરનાળામાં બસ ફસાઈ
આ દરમિયાન અહીંથી પસાર થતી એક સીટી બસ અચાનક બંધ પડી ગઈ હતી. જેને લઈને ગરનાળુ લોકોની અવર-જવર માટે બંધ થઈ ગયું હતું. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આ ઉપરાંત બસમાં પ્રવાસીઓ પણ ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: હાઇરાઇઝ બિલ્ડિંગના પાર્કિંગનો પતરાનો શેડ ઉડી જતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો
ટેસ્ટિંગ સેન્ટરનો મંડપ ધરાશાયી
અમરોલી વિસ્તારમાં કોરોનાને લઈને ટેસ્ટિંગ સેન્ટર બનાવવામાં આવ્યું હતું. જો કે વાવાઝોડાને લઈને ફૂંકાયેલા ભારે પવનના કારણે આ મંડપ પણ ધરાશાયી થયો હતો. જો કે અહીં સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી.