- ડ્રગ્સ માફિયા, ઘુસણખોરો, આતંકીઓની સામુદ્રિક હિલચાલ પર રખાશે બાજનજર
- IB C454 સીરિઝની છેલ્લી બોટ તટરક્ષક દળને થઇ અર્પણ
- સ્વદેશી કંપની એલ એન્ડ ટી દ્વારા છે નિર્મિત
સુરત : ગુજરાતમાં 1600 કિલોમીટરનો કોસ્ટલ વિસ્તાર છે. આ વિસ્તારમાંથી ડ્રગ્સ માફિયા, દાણચોરો, આતંકવાદીઓ પ્રવેશ કરવા માંગે છે પરંતુ આ તમામની યોજનાઓને જેટ્ટી, હજીરા (સુરત) દ્વારા તૈયાર ઇન્ટરસેપ્ટર C-454 સીરિઝની બોટ નિષ્ફળ બનાવે છે. આજે વધુ એક બોટ ભારતીય તટરક્ષક દળને અર્પણ કરાઈ છે. સર્વેલેન્સ, રડાર અને હથિયાર સાથે સજ્જ આ બોટના કારણે તટરક્ષકોને અનેક સુવિધાઓ મળી છે. લાઈટ મટીરિયલના કારણે આ બોટ ઝડપી સમુદ્રમાં ફરે છે. ઓછી કિંમતમાં તૈયાર થયેલી આ બોટના કારણે દુશ્મન દેશથી આવનાર ડ્રગ્સ માફિયા, ઘુસણખોર, આતંકીઓની સામુદ્રિક હિલચાલ ઉપર બાજનજર રાખી શકાય છે.
આ કાર્યક્રમમાં તટ રક્ષકના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ભારતીય તટરક્ષક દળ ઇન્ટરસેપ્ટર બોટ (IB) ICGS C-454 સુરત સ્થિત મેસર્સ લાર્સન એન્ડ ટર્બો દ્વારા ડિઝાઇન થઇ છે. 27 મીટર લંબાઇ અને 1.4 મીટરનું સરેરાશ ડ્રાફ્ટ ધરાવતી IB અદભૂત સ્કિપિંગ, ગતિશીલતા ધરાવે છે. તેની મહત્તમ ઝડપ 45 નોટિકલ માઇલ (83 કિમી/ કલાક) છે અને 500 નોટિકલ માઇલની રેન્જ સુધી જવાની ક્ષમતા ધરાવે છે.