- વૉડ નંબર 15ના ભાજપના ઉમેદવારના પતિએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
- મનીષા આહીરના પતિ મહેશ આહીર કોંગ્રેસમાં જોડાયા
- મહેશ આહિરે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો
સુરતઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ધમધમાટ શરુ થઈ ગયો છે. દરેક ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. ત્યારે સુરતમાં પતિ કોંગ્રેસમાં અને પત્ની ભાજપના ઉમેદવાર હોય તેવી ઘટના સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના વૉડ નંબર 15ના ભાજપના ઉમેદવાર મનીષા આહીરના પતિ મહેશ આહીર અચાનક જ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. ભાજપના ઉમેદવારના પતિ મતદાન પહેલા કોંગ્રેસમાં જોડાતા દોડધામ મચી ગઈ છે. કોંગ્રેસનો ખેસ ધારણ કરનારા મનીષા આહિરના પતિએ જણાવ્યું હતું કે, સત્યની સાથે છું અધર્મીની સાથે નથી. તેઓએ આવી વાત કરી ત્યારે કોંગ્રેસ મીટીંગમાં હજારોની ભીડ જોવા મળી હતી. આ સભાને કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતે ગજવી હતી. ભાજપના ઉમેદવારના પતિ મતદાન પહેલા કોંગ્રેસમાં જોડાતા આ બેઠક પરના રાજકીય સમીકરણ ગણિત નવું જણાઈ રહ્યું છે.
મનીષા આહીર વૉડ નબર 15માં બીજેપીના છે ઉમેદવાર
મનીષા આહીરને બીજેપીએ વૉર્ડ નબર 15 માંથી ટિકિટ આપી છે. તેઓને સંતાનમાં એક પુત્ર પણ છે. તેઓને ભાજપમાંથી ટીકીટ મળતા તેઓ હાલ ચૂંટણી પ્રચારમાં પણ જોડાઈ ગયા છે. પરંતુ તેઓના પતિ મહેશ આહીર અચાનક કોંગ્રેસમાં જોડાઈ જતા સુરતમાં રાજકારણ ફરી એક વખત ચરમસીમા પર જોવા મળ્યું છે. મહેશ આહિરે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાતની હાજરીમાં કોંગ્રેસનો ખેચ ધારણ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું સત્યની સાથે છું અધર્મીની સાથે નથી. બીજેપીના વૉર્ડ નબર 15ના ઉમેદવાર મનીષા આહીર પત્રકાર છે તો તેમના પતિ મહેશ આહીર શિક્ષક છે. જોકે, આખરે પતિ પત્ની બે અલગ-અલગ પાર્ટીઓમાં જોડાઈ જતા સુરતના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.