સુરતઃ જિલ્લાના વરાછામાં CA થયેલી યુવતીના આપઘાતથી પરિવારમાં શોકની લાગણી છવાઈ છે. પરિવારનો આરોપ છે કે યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા બોસે પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. યુવતીના પિતાનીએ આરોપી સંજય અગ્રવાલને 10 વર્ષની સજાની માગ કરી છે.
યુવતીના પિતાએ જણાવ્યું હતું કે જેને મારી દીકરીને આપઘાત કરવા મજબૂર કરી છે, તેને સજા અચૂક થવી જોઈએ. યુવતી અન્ય કંપનીમાં નોકરીએ લાગતા તેના બોસે પોલીસ ફરિયાદની ધમકી આપી હતી. કંપનીના માલિક સંજય અગ્રવાલે પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપતા યુવતીએ આપઘાત કર્યો હોવાનો જણાયું છે. ભટારની અગ્રવાલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કંપનીના માલિકે ધમકી આપી હતી. 26 વર્ષની યુવતીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.