ETV Bharat / city

સુરતઃ ભારત કપાસ નિગમ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી કપાસની ખરીદી કરવાની માંગ કરાઈ - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

સુરત જિલ્લાના ખેડૂતો પાસેથી સી.સી.આઈની ખરીદી ન થતી હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જેથી સી.સી.આઈ ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ સાથેનો પત્ર મુખ્યપ્રધાનને લખવામાં આવ્યો છે.

ભારત કપાસ નિગમ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી કપાસની ખરીદી કરવાની માંગ કરાઈ

author img

By

Published : Dec 31, 2020, 3:01 PM IST

Updated : Dec 31, 2020, 3:45 PM IST

  • ભારત કપાસ નિગમ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી કપાસની ખરીદી કરવાની કરાઈ માંગ
  • ખેડૂતોને સી.સી.આઈની ખરીદી ન થતી હોવાથી નથી મળી રહ્યા પૂરતા ભાવ
  • કપાસ નિગમનું કેન્દ્ર ફાળવવા પત્રમાં વિનંતી કરાઈ

સુરતઃ જિલ્લાના ઓલપાડ તાલુકાના દરીયા કાંઠા વિસ્તારના ગામો, ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ગામો અને માંગરોલ તાલુકાના ગામોમાં ખેડૂતો દ્વારા વિપુલ પ્રમાણમાં કપાસની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારના ખેડૂતો સહકાર કોટન મંડળીમાં પુલીંગ પ્રધ્ધતિથી કપાસ વેંચતા હોય છે. ત્યારે ખેડૂતોને સી.સી.આઈ.ની ખરીદી ન થતી હોવાથી પૂરતા ભાવ મળતા નથી. જેથી મુખ્યપ્રધાનને પત્ર લખીને સી.સી.આઈ. ભારત કપાસ નિગમ દ્વારા ખરીદી કરવાની માંગ કરાઈ છે.

ગત વર્ષે કપાસના કવિન્ટલના ટેકાના ભાવ 5252 હતા

ગત વર્ષે કપાસના કવિન્ટલના ટેકાના ભાવ 5252 હતા, ત્યારે ઓલપાડ તાલુકાની પુરષોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલ દ્વારા પ્રતિ કવીન્ટલના 4300 ચુકવ્યાં હતા. જેનાથી આ વિસ્તારના ખેડૂતોને આર્થિક નુકશાન સહન કરવું પડે છે. જેથી યોગ્ય કરવા માટે પત્રમાં રજૂઆત કરવામાં આવી છે. આ વર્ષે પણ ટેકાનો ભાવ પ્રતિ કવિન્ટલનો સારો છે. તાકીદે ભારતીય કપાસ નિગમનું કેન્દ્ર ફાળવવા પત્રમાં વિનંતી કરાઈ છે.

સુરતમાં સી.સી.આઈ. મારફતે ખરીદી કરવા માંગ

સી.સી.આઈ. મારફત અન્ય જિલ્લામાં ખરીદી ચાલે છે, તો આજ રીતે સુરત જિલ્લામાં પણ કપાસ ખરીદ કેન્દ્ર આ વિસ્તારની પુરસોતમ ફાર્મસ સહકારી જીનીંગ મીલમાં તમામ આધુનિક ચરખા હોય તેમને કપાસ ખરીદ કેન્દ્ર ફાળવી ટેકાના ભાવથી ખરીદી શરૂ કરાવી આ વિસ્તારના ખેડૂતોને આર્થિક પાયમાલીમાંથી બચાવી તાકીદે ભારતીય કપાસ નિગમનું કેન્દ્ર ફાળવવા પત્રમાં વિનંતી કરાઈ છે.

Last Updated : Dec 31, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.