ETV Bharat / city

દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવા મુખ્યપ્રધાને કરી જાહેરાત, સુરત ચેમ્બર દ્વારા આવકાર

આજે ગુરુવારે મુખ્યુપ્રધાન રૂપાણીની કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાને દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જેથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયાએ મુખ્યપ્રધાનનો આભાર માન્યો છે.

દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવા મુખ્યપ્રધાને કરી જાહેરાત

author img

By

Published : May 20, 2021, 8:29 PM IST

  • ગુરુવારે મુખ્યુપ્રધાન રૂપાણીની કોર કમિટિની બેઠક મળી
  • આંશિક લોકડાઉન 27મે સુધી લંબાવાયું
  • સવારે 9થી બપોરે 3 કલાક સુધી લારી, ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત
    દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવા મુખ્યપ્રધાને કરી જાહેરાત

સુરત: આજે ગુરુવારે મુખ્યુપ્રધાન રૂપાણીની કોર કમિટિની બેઠક મળી હતી. જેમાં મુખ્યપ્રધાને દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જેથી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ દિનેશ નાવડિયા જણાવ્યું હતું છે કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં આવતીકાલે શુક્રવારથી આંશિક લોકડાઉનને આગામી 27મે 2021 સુધી લંબાવવામાં આવ્યું છે. જો કે, સમગ્ર રાજ્યમાં આંશિક લોકડાઉન દરમિયાન સવારે 9થી બપોરે 3 કલાક સુધી લારી, ગલ્લા અને દુકાનો ખુલ્લી રાખવાની જાહેરાત કરી છે. મુખ્યપ્રધાનની આ જાહેરાતથી વેપાર અને ઉદ્યોગ જગતને મોટી રાહત થઇ છે.

આ પણ વાંચોઃ બેરોજગારીનો મોટો પ્રશ્ન ઊભો થઈ શકે છેઃ દિનેશ નાવડિયા

ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હોલસેલ વેપાર ચાલુ કરવા માટે માંગણી

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આંશિક લોકડાઉન દરમિયાન ઉદ્યોગકારો અને વેપારીઓની કથળી ગયેલી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેમજ ઉદ્યોગ ધંધાને ફરીથી પાટા ઉપર લાવવા માટે ચેમ્બર દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને ડાયમંડ, ટેક્સટાઇલ, કેમિકલ, રિયલ એસ્ટેટ વગેરે ઉદ્યોગ ધંધા સંબંધિત રિટેલ તેમજ હોલસેલની દુકાનોને દિવસ દરમિયાન મર્યાદિત સમય માટે ખુલ્લી રાખવા રજૂઆત કરવામાં આવી હતી. ચેમ્બર દ્વારા 7મે અને 10મે 2021ના રોજ મુખ્યપ્રધાનને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત 12મે 2021ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આગેવાની હેઠળ રાજ્યની તમામ ચેમ્બર ઓફ કોમર્સની રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા સાથે વીડિયો કોન્ફરન્સ થકી બેઠક મળી હતી. જેમાં પણ તમામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હોલસેલ વેપાર ચાલુ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.

તમામ નિયમનું થશે પાલન

વધુમાં તેમણે ઉદ્યોગકારો તેમજ વેપારીઓને કોરોનાની વર્તમાન સ્થિતિને હળવાશથી નહીં લેવા સૂચન કર્યું હતું. આ સાથે જ તમામ ઉદ્યોગકારો અને વેપારીઓને ઔદ્યોગિક એકમો તેમજ દુકાનોમાં કોવિડ-19ની ગાઇડલાઇનનું ચૂસ્તપણે પાલન કરવા જણાવવામાં આવ્યું હતું. કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે ફરજિયાતપણે માસ્ક પહેરવા, હાથ સેનિટાઇઝ કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આંશિક લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા 27મે 2021 સુધી તમામ દુકાનોને અડધા દિવસ માટે ચાલુ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારબાદ કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવાશે તેનું તમામ ઉદ્યોગકારો તેમજ વેપારીઓને પાલન કરવાનું રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.