હૈદરાબાદ: ICC એ હજી સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના અંતિમ શેડ્યૂલ વિષે કોઈ જાણકારી આપી નથી, એવામાં 16 નવેમ્બરથી શરૂ થયેલ ચેમ્પિયન્સ ટ્રોફીને અલગ અલગ દેશોના પ્રવાસ અંતર્ગત પાકિસ્તાન મોકલી આપવામાં આવી છે.
પીસીબીના અધિકારીના જણાવ્યા અનુસાર, અને પાકિસ્તાન ક્રિકેટના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યું છે કે, ટ્રોફીનો પ્રવાસ ઉત્તર પાકિસ્તાનના સ્કર્દુથી શરૂ થશે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રવાસ પાકિસ્તાનના એ બધ આજ મોત શેહરોમાંથી પસાર થશે જ્યાં ચેમ્પિયનસ ટ્રોફીની મેચો રમાવાની છે.
Get ready, Pakistan!
— Pakistan Cricket (@TheRealPCB) November 14, 2024
The ICC Champions Trophy 2025 trophy tour kicks off in Islamabad on 16 November, also visiting scenic travel destinations like Skardu, Murree, Hunza and Muzaffarabad. Catch a glimpse of the trophy which Sarfaraz Ahmed lifted in 2017 at The Oval, from 16-24… pic.twitter.com/SmsV5uyzlL
પાકિસ્તાન પ્રવાસે ચેમ્પિયન ટ્રોફી:
ટ્રોફી એવા સમયે પાકિસ્તાન પહોંચી છે જ્યારે ભારત તરફથી ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવા માટે મનાઈ કરી દેવામાં આવી છે અને 'હાઇબ્રિડ મોડલ'માં ટુર્નામેન્ટ યોજવાની માંગ કરી છે. આ મામલે ICC એ PCB પાસેથી પણ જવાબ માંગ્યો છે. આ મહિનાની શરૂઆતમાં લાહોરમાં ટ્રોફીનું અનાવરણ થવાનું હતું. પરંતુ ભારતે ICCને ટીમ નહીં મોકલવાની જાણ કર્યા બાદ સમારોહ મોકૂફ રાખવામાં આવ્યો હતો.
What a twist! BCCI is proving to be the real boss. The Pakistan Cricket Board, which was making so much noise, now has to stay quiet. Word is that Pakistan might opt out of the 2025 Champions Trophy because India has confirmed it won’t allow Indian cricket team Pakistan to… pic.twitter.com/oi9k4qH0cQ
— Statpadder (@The_statpadder) November 14, 2024
દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવશે ટ્રોફી:
ગુરુવારે આખરે ICC અધિકારીઓ દ્વારા ટ્રોફીને દુબઈથી ઈસ્લામાબાદ લાવવામાં આવી હતી. આ પ્રવાસ જે 24 નવેમ્બરે સમાપ્ત થશે જે આવતા વર્ષે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે લોકોમાં ઉત્સુકતા વધારવાના ICCના પ્રયાસનો એક ભાગ છે. ICCએ હજુ સુધી ભારતના પાકિસ્તાન જવા પર કોઈ ખાસ અને સત્તાવાર ટિપ્પણી કરી નથી. બીજી બાજુ પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે, ભારત સાથે પડદા પાછળ કોઈ વાતચીત ચાલી રહી નથી કારણ કે પડોશી દેશ ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની ક્રિકેટ ટીમ મોકલવાનો ઇનકાર કર્યો છે.
Ramiz Raja once said - " pcb's 50% budget comes from icc funding & 90% of icc revenues are generated from india. if india stops funding icc, then pcb might collapse."#ChampionsTrophy2025 pic.twitter.com/WIqeLjIgAN
— Richard Kettleborough (@RichKettle07) November 14, 2024
"તૈયાર થઈ જાઓ, પાકિસ્તાન!"
પાકિસ્તાન ક્રિકેટે સોશિયલ મીડિયા પર જાણકારી આપતા લખ્યું છે કે, 'તૈયાર થઈ જાઓ, પાકિસ્તાન! ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફી પ્રવાસ 16 નવેમ્બરથી ઇસ્લામાબાદમાં શરૂ થશે, જે સ્કર્દુ, મુરી, હુંઝા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેશે. 16-24 નવેમ્બર દરમિયાન ઓવલ ખાતે 2017માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ.'
આ પણ વાંચો: