- સુરતમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો
- રેલવે સ્ટેશન નજીક સિમેન્ટના ગોદામમાંથી મૃતદેહ મળ્યો
- યુવકને ગળે ટુંપો આપી હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ
સુરત : શહેરમાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે. ત્યારે સુરતમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. સુરતના રેલવે સ્ટેશન નજીક સિમેન્ટનું ગોદામ છે. અહીથી એક યુવકનો સવારના સમયે મૃતદેહ મળ્યો હતો. યુવકનો મૃતદેહ મળી આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
મૃતકના મૃતદેહનેે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો
આ ઘટનાની જાણ પોલીસને થતા રેલ્વે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તથા મૃતકના મૃતદેહનેે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતી. બીજી તરફ યુવકને ગળે ટુંપો આપી હત્યા કરાઈ હોવાની ચર્ચાઓ થઇ છે. પોલીસે અહીં FSL અને ડોગ સ્કવોર્ડની મદદ પણ લીધી હતી. તેમજ મૃતક યુવક કોણ છે અને તેની હત્યા કોણે અને શા માટે કરવામાં આવી તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી છે.
પોલીસે સમગ્ર ઘટનામાં વધુ તપાસ હાથ ધરી
પોલીસે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં તપાસ શરુ કરી છે. મૃતક મજૂર હોવાની શક્યતા દેખાય રહી છે. બીજી તરફ આ ઘટનામાં પોલીસને કેટલીક કડીઓ પણ હાથ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગણતરીના કલાકોમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢે તેવી ચર્ચાઓ છે. પરંતુ આ મામલે પોલીસે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ નિવેદન આપ્યું નથી. યુવકની હત્યા કરીને મૃતદેહનેે સગેવગે કરવા સિમેન્ટની ગોદમમાં મૂકી દીધી હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -