ETV Bharat / city

Suspected death: ચોકબજાર પોલીસ કસ્ટડીથી જામીન મળ્યા બાદ આરોપીનું ઘરે પહોંચ્યા બાદ મોત - ચોકબજાર પોલિસ સ્ટેશન

શહેરના ચોક બજાર પોલીસ દ્વારા જૂના કેસ બાબતે ભરીમાતા રોડ ઉપર આવેલ સબરીનગરમાંથી ઈરશાદ નામના વ્યક્તિની મંગળવારે રાતે ફોટાની જરૂર હોવાથી અટકાયત કરવામાં આવી હતી.જોકે ત્યારબાદ બીજા દિવસે પોલીસ તેને તેના ઘરે મૂકી આવ્યાં હતાં. પરંતુ ત્યાં ઈરશાદનુંં શંકાસ્પદ મોત ( Suspected death ) થઈ ગયું હતું.

Suspected death: ચોકબજાર પોલીસ કસ્ટડીથી જામીન મળ્યા બાદ આરોપીનું ઘરે પહોંચ્યા બાદ મોત

author img

By

Published : Aug 5, 2021, 7:37 PM IST

  • પોલીસ દ્વારા જૂના કેસના બાબતે એક વ્યક્તિની અટકાયત
  • પરિવારનો આરોપ છે કે પોલીસ પ્રતાડનાના કારણે ઈરશાદનું મોત નિપજ્યું
  • મોતને લઈને હોસ્પિટલની બહાર ભીડ જોવા મળી

    સુરત : સુરત શહેરના ભરીમાતા રોડ ઉપર આવેલ સબરીનગરમાંથી ચોકબજાર પોલીસ દ્વારા ઈરશાદ નામના વ્યક્તિની મંગળવારે જૂના કેસ બાબતે અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બીજા દિવસે જ પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરીને જામીન આપી દેવામાં આવ્યા હતાં. પોલીસ તેને રિક્ષામાં ઘર સુધી મૂકી આવી હતી. પરંતુ કોઇ કારણસર તેનું મોત ( Suspected death ) થઈ ગયું હતું. ત્યારબાદ પરિવાર દ્વારા તેને નજીકના લોખાટ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો ત્યાં તેને ફરજ પરના ડોક્ટર દ્વારા દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પરિવારનો આરોપ છે કે પોલીસ પ્રતાડનાના કારણે ઈર્શાદનું મોત નિપજ્યું છે. ઈરશાદને માથે ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. તે જોઈને એમ લાગી રહ્યું છે કે પોલીસે માર માર્યો છે. ઈરશાદની તબિયત અચાનક લથડતા માતા હોસ્પિટલ લઇ ગઈ હતી. આડોશપાડોશના લોકો દ્વારા હોસ્પિટલની વાળ એકઠા થઇ ગયા હતાં. જેને પગલે ચોકબજાર પોલીસ દ્વારા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

    આ પણ વાંચોઃ અપહરણનો ડ્રામા કરી ભાગી ગયેલી CAની વિદ્યાર્થિની પ્રેમી સાથે દિલ્હીથી ઝડપાઈ

મજૂરીકામ કરતો હતો ઇરશાદ
આ બાબતે ઈરસાદની સાસુ રસીદાબાનુએ જણાવ્યું હતું કે મારો જમાઈ મજૂરી કામ કરીને ઘર ચલાવે છે.મંગળવારે રાત્રે તેને અચાનક કોઈ જૂના કેસ બાબતે ફોટાની જરૂર છે આથી તેને ચોકબજાર પોલીસ દ્વારા રિક્ષામાં ઘરેથી લઈ ગઈ હતી. બીજા દિવસે મારા જમાઈને ફરીથી પોલીસે ઘરે રીક્ષામાં લાવી મૂકી ગઈ હતી. ત્યાર બાદ તે મને મૃત અવસ્થામાં લાગ્યો. મેં એને તરત નજીકના લોખાત હોસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં તેને ફરજ પરના ડોક્ટરે મૃત ( Suspected death ) જાહેર કર્યો હતો.સાસુ રસીદબાનુએ પોલીસ ઉપર આક્ષેપ કર્યો છે કે પોલીસ દ્વારા તેને માર મારવામાં આવ્યો છે. તેને માથે ઈજાઓ અને ટાંકા પણ છે.

પોલીસે GP-એક્ટ 122-સી મુજબ ગુનો નોંધ્યો હતો.

આ બાબતે ચોકબજાર પોલીસ સ્ટેશનના ( Surat Police ) પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.ચૌધરીએ જણાવ્યું છે કે, ઈરશાદના વિરુદ્ધમાં મોડી રાત્રે GP- એક્ટ-122-સી મુજબ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને બીજા દિવસે સવારે 11 વાગે તેને લોકઅપમાં ખેંચ આવતા તેને તાત્કાલિક સિમ્મેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાં તેની તબિયત સારવાર બાદ સારી થઈ ગઈ હતી. પડી જવાથી તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી, તેના કારણે તેમને ટાંકા પણ આવ્યાં હતાં. તબિયત સારી હતી એટલે એને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ઈરશાદને પોલીસ સ્ટેશનમાંથી જામીન આપવાનું કહેતા તેને ફરીથી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. ત્યાંથી તેને જામીન આપ્યા બાદ છોડી દેવામાં આવ્યો હતો. પછી તેની સાથે શું થયું તે અમને કશું ખબર નથી. આ બાબતે ઈરશાદનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ સાચું કારણ બહાર આવી શકશે.

આ પણ વાંચોઃ સુરતમાં ડમ્પરચાલકે મહિલા TRB જવાનને ટક્કર મારતા ઘટનાસ્થળે મોત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.