ETV Bharat / city

સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે - ગુજરાત સમાચાર

કોરોના બેકાબૂ થતા આખરે સુરત સિવિલ પરિસરમાં આવેલા નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરવામાં આવશે. મળેલી માહિતી સુરતના મજુરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ આપી હતી. એટલું જ નહીં આરોગ્ય સચિવ જયંતિ રવિ આજે સુરત દોડી આવ્યા છે. દાંડી યાત્રા પૂર્ણ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ સુરત આવીને સમીક્ષા બેઠક યોજશે.

Surat
Surat
author img

By

Published : Apr 6, 2021, 1:49 PM IST

  • 900 બેડની ખાસ કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ થઈ જશે
  • નવી સિવિલ હોસ્પિટલમાં 900 બેડની ખાસ કોવિડ હોસ્પિટલ શરૂ
  • આરોગ્ય સચિવ જયંતિ રવિ કોરોનાનાં વધતા કેસને કારણે સુરત દોડી આવ્યા

સુરત: રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ કોરોનાનાં વધતા કેસને કારણે સુરત દોડી આવ્યા છે. હાલ તેઓ મેડિકલ કોલેજના ડીન અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ સહિત સુરત કલેક્ટર ડૉ. ધવલ પટેલ, મનપા કમિશનર બંછા નિધી પાની સહીત ત્યાં ફરજ પરના અધિકારીઓ સાથે બેઠક શરૂ કરી છે. કઈ રીતે કોરોના સંક્રમણને કાબુમાં લેવા અંગેની તમામ તૈયારીઓ અંગે તેઓ અધિકારીઓ સાથે એક્શન પ્લાન તૈયાર કરી રહ્યાં છે.

સુરતમાં નવનિર્મિત કિડની હોસ્પિટલમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ આજે મંગળવારથી શરૂ કરાશે

આ પણ વાંચો : સુરતમાં કોરોનાની ભયંકર સ્થિતીઃ વલસાડથી કચરાની ગાડીમાં લાવવા પડ્યા વેન્ટિલેટર !

બપોરે 2 વાગ્યે તેઓ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે

સુરતમાં કોરોના વિસ્ફોટના કારણે સ્થિતિ ચિંતાજનક છે, ત્યારે આજે મંગળવારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પોતે સુરતની મુલાકાતે આવનારા છે. બપોરે 2 વાગ્યે તેઓ તમામ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે. આ પહેલાં સુરતના ધારાસભ્ય સંઘવીએ જણાવ્યું છે કે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 900 બેડની ખાસ કોવિડ હોસ્પિટલ આજથી શરૂ થઈ જશે. તમામ કર્મચારીઓ અને ડૉક્ટરની નિયુકિત પણ કરી દેવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, ઓક્સિજન અંગે અને ઇન્જેક્શનને લઈને સરકાર સાથે વાત થઇ રહી છે અને કોઈ પણ દર્દીને હાલાકી થશે નહીં.

આ પણ વાંચો : સુરતના મંદિરોમાં લાગ્યું કોરોનાનું ગ્રહણ

હોસ્પિટલમાં 900 જેટલા બેડ મૂકી દેવાયા

નવ માળની આ નવનિર્મિત કિડની હોસ્પિટલને કોરોના કેસ વધતા તાત્કાલિક ધોરણે કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલમાં 900 જેટલા બેડ મૂકી દેવામાં આવ્યા છે. તમામમાં ઓક્સિજનની પૂરતી સુવિધા રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં હાલ જ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા દસ જેટલી હોટલ સાથે કરાર પણ કરવામાં આવ્યા છે. જેથી દર્દીઓ વધતા હોટલમાં પણ સારવાર સહેલાઇથી મળી શકે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.