- મોટા વરાછામાં દુપટ્ટા સાથે કસરત કરવાનું કિશોરને ભારે
- દુપટ્ટા પંખામાં લપટાઈ જવાથી યુવકનું મોત
- કિશોર દિલ્હી ખાતે ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો
સુરત : શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો 17 વર્ષીય ફૂટબોલ પ્લેયર સનીની કસરત કરવાની દોરી તૂટી જતા દુપટ્ટા વડે કસરત કરતો હતો. જે દરમિયાન દુપટ્ટો પંખામાં લપટાઈ જતા કિશોરને ગળે ફાંસો લાગી જતા તેનું મોત થયું હતું. પરિવારના લોકો ઘરમાં હતા અને કિશોર ઘટના એક રૂમમાં લાઉડ મ્યુસિક સાથે કસરત કરતો હતો. આ કિશોર રોજે સાંજે એક કલાક કસરત કરતો હતો, પરંતુ એક કલાક વધુ સમય વીતી જતા યુવક બહાર ન આવતા પરિવારના સભ્ય જોવા જતા યુવક પંખા સાથે ફાંસો ખાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જે બાદ પરિવાર લોકો કિશોરને નીચે ઉતારીને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
દિલ્હી ખાતે ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો કિશોર
અમરોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા PSI એસ. વી. ચૌધરીએ જણાવવ્યું હતું કે, મોટા વરાછા ખાતે રહેતો કિશોર કસરતનો શોખીન છે. બે દિવસ પહેલા તેની કસરત કરવાની દોરી તૂટી ગઈ હતી, કિશોર દુપટ્ટા સાથે કસરત કરતો હતો. લાંબા સમય સુધી કિશોર બહાર ન આવતા પરિવાર જોવા ગયો, ત્યારે કિશોર દુપટ્ટા સાથે ગળે ફાંસો લાગેલી હાલતમાં જોતા કિશોરને ઉતારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અમરોલી પોલીસની કાર્યવાહીમાં હોસ્પિટલમાં પરિવારે જણાવાયું હતું કે, કિશોર ફૂટબોલનો શોખીન હતો. દિલ્હી ખાતે ફૂટબોલ સ્પર્ધામાં ભાગ લેવા માંગતો હતો, પણ કોરોના સંક્રમણને કારણે પરિવાર દ્વારા ભાગ લેવાની ના પાડવામાં આવી હતી. જેથી યુવકે ગળે ફાંસો ખાઈ લીધો હોય એવું બની શકે છે. હોસ્પિટલથી પરિવાર પર ઘરે જતા દુપટ્ટો પંખા સાથે લપટાય ગયો હોય અને તેના કારણે ગળે ફાંસો લાગી ગયો હોય તેવી શક્યતા પણ વ્યક્ત કરી હતી. હાલ સમગ્ર મામલે અમરોલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો -
- સુરતની ખાનગી હોસ્પિટલના તબીબે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું
- જામનગરમાં યુવકના છૂટાછેડા થતા ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું
- સાપુતારા હોટેલમાં દિલ્હીની યુવતીએ ગળે ફાંસો ખાધો
- મામા-ફોઈની બે બહેનોના મૃતદેહ ઝાડ પર લટકતા જોવા મળ્યા
- Teenage Love Storyનો કરૂણ અંત - બોયફ્રેન્ડે બીજી છોકરી સાથે વાત કરતા, તરૂણીએ કરી આત્મહત્યા
- ટુકવાડા ગામે લગ્નમાં વૃદ્ધને માઠું લાગી જતા કરી આત્મહત્યા